જામનગર જિલ્લામાં અધિકારી વિના ઉજવાય રહ્યો છે શાળા પ્રવેશોત્સવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરઃ જામનગરમાં નવા શૈક્ષણિક સત્રનો આરંભ થયો છે, ત્યારે જિલ્લા પ્રાથમિક શીક્ષણાધિકારી જ નથી, હાલ ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા સરકારી કાર્યક્રમો સાહેબ વિના યોજાઈ રહ્યા છે, ત્યારે જિલ્લાના હજારો ભૂલકાઓના પ્રાથમિક શિક્ષણ સામે પ્રશ્નો ઉભા થયા છે.
પ્રાથમિક શિક્ષણાધિકારીની ખાલી જગ્યા વચ્ચે જિલ્લાભરમાં કાર્યક્રમો

જામનગર જીલ્લામાં 705 પ્રાથમિક શાળાઓમાં 88000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુઆ શાળાઓના મુખ્ય સંચાલક અધિકારી એવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પોસ્ટ ખાલી છે, જૂના અધીકારીની બદલી થઇ ગયા બાદ રાજકોટના અધિકારીને વધારાનો ચાર્જ સોપાયો છે, ત્રણ ત્રણ ચાર્જ ધરાવતા આ અધિકારી નિયમિત જામનગર શકતા નથી, ખુદ સ્ટાફ આ હકિકત કબુલે છે.
750 શાળાઓમાં સત્ર શરૂ થયું ત્યારથી ઉત્સવ ઉજવાઇ રહ્યા છે

હાલ જિલ્લાભરમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યા છે, સાથે જ 705 શાળાઓના અનેક વહીવટી કામોની જવાબદારી શિક્ષણઅધિકારીના શિરે હોય છે, ત્યારે સરકારી તેમજ ખાનગી શાળાઓ સંબંધિત ફરિયાદો-પ્રશ્નો સાંભળનાર કોઈ જવાબદાર નથી, જેના પરિણામે પ્રાથમિક શિક્ષણ ઉપર સીધી અસર વર્તાઈ રહી છે.

જામનગર અને દ્વારકા િજલ્લામાં શિક્ષણ વિભાગમાં મુખ્ય અધિકારીની જગ્યાઓ લાંબા સમયથી સતત ખાલી રહે છે.

ત્રણ મહિનાથી જગ્યા ખાલી છે

ત્રણ મહિનાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા ખાલી છે, ઇન્ચાર્જ અધિકારી બીજા જિલ્લામાંથી સપ્તાહમાં કાગળ ઉપર બે વાર આવે છે, આવામાં વિદ્યાર્થીઓ-વાલીઓના પ્રશ્નો કોણ સાંભળે તેમજ 700થી વધુ પ્રાથમિક શાળાઓ તેમના રોજબરોજના પ્રશ્નો, રજુઆતો અને વહીવટી કામો ખોરંભે પડતા જ રહે છે. - તોસિફખાન પઠાણ, પ્રદેશ અગ્રણી, એન.એસ.યુ.આઇ.

જોકે, બધુ મેનેજ થઇ જાય છે

અહિના સાહેબની બદલી થઇ ગઈ છે, રાજકોટના સાહેબ ઇન્ચાર્જ છે, સપ્તાહમાં બે વાર આવે છે, જોકે બધું મેનેજ કરી લઈએ છીએ. - હરેશ હડિયા, નાયબ પ્રા.જિ.શિ.અ., જામનગર
અન્ય સમાચારો પણ છે...