તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં શરૂ થશે પાંચ નવી ઇન્ટરસિટી એક્સપ્રેસ બસ, મળી રહેશે ડિસ્કાઉન્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરઃ હાલ એસટી વિભાગને નોટ બંધ થયા બાદ પડતી કનડગતને કારણે ધરખમ ફેરફારો કર્યા છે. જેમા ઓનલાઇન બુકીંગને વધારે મહત્વ અપાયુ છે. જેથી છુટા આપવા અને નોટ તબદીલ કરવાની ઝંઝટ ન કરવી પડે તે સાથે નવી બસોની માંગ સહિત અનેક મુદ્દાઓ પર રજૂઆત કરાઇ હોવાની બાબત એસટી વિભાગના નિયામક જે.આર. બુચે જણાવી હતી.

રાજ્યના એસ.ટી. નિગમ દ્વારા મુસાફરી લક્ષી લેવાયેલા નિર્ણયો અંગે વિભાગીય નિયામક જે.આર. બુચએ જણાવ્યું હતું કે જામનગર એસ.ટી. ડિવિઝન દ્વારા ૨૭૫ બસો ચલાવવામાં આવે છે. તેમાંથી ૮ લાખથી વધુ કિમી ચાલી ગયેલી ૨૪ બસો રદ કરતા હાલ ૨૫૧ બસો દોડી રહી છે. 2009 થી ઓનલાઇન સીસ્ટમ એસટી નિગમે અપનાવી છે. મુસાફરોને અગાઉથી જ સુવિધા અને સરળતાથી લાંબા અને ટુંકા રૂટની બસ મળી રહે તેમાટે અપનાવવામા આવી છે. તેમજ નોટ બંધીના કારણે કંડકટર અને મુસાફરો વચ્ચે છુટા નાણા માટે રકઝક થતી હોવાથી એડવાન્સ બૂકીંગ , ઇ બૂકીંગ ,મોબાઇલ બૂકિંગ , વહેવારો તરફ આકર્ષાય અને તેમા મુસાફરોને 5 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય નિગમ દ્વારા લેવામા આવ્યો છે. આ યોજના માત્ર 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે તેમ જણાવ્યુ હતુ. આ માહિતી આપતા સમયે ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર કવિતાબેન ભટ્ટ, ડિવિઝનલ મિકેનીકલ એન્જિયનિયર્સ પી. ગુર્જર અને અન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતાં.
આગળ વાંચો, બસ સ્ટેશન પીપીપીના ધોરણે અદ્યતન બનાવાશે
અન્ય સમાચારો પણ છે...