જામનગરના મહિલા સાંસદનું એરફોર્સ એસોસિયેશન દ્વારા સન્માન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જામનગરના જિલ્લા પોલીસવડાને પણ આવકારવામાં આવ્યા
- ઉપસ્થિતિ મહાનુભાવો દ્વારા સંતોષની લાગણી વ્યકત કરાઇ

જામનગર: એર ફોર્સ એસોસીયેશન જામનગર અને તેના નિવૃત કર્મચારી તેમજ માજી સૈનિકો તરફથી જામનગરના સાંસદ પુનમબેન માડમ તેમજ જિલ્લાના નવા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલનું કલેકટર કોન્ફરન્સ હોલમાં સન્માન કરવામાં આવેલ હતું. જેમાં કલેકટર નલિન ઉપાધ્યાય, એરફોર્સ એસોસીયેશનના પ્રમુખ અને નિવૃત એસ.એસ.ત્યાગી,ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સર ડો. રાજેશ કોટેચા એરફોર્સ એસોસીયેશનના સેકરેટરી કે.પી.સિંઘ, કર્નલ એસ.પી.વર્મા જોડાયા હતા.

આ પ્રસંગે પુનમબેન માડમે સર્વે એરફોર્સ નિવૃત કર્મચારી તેમજ માજી સૈનિકોનો આ સન્માન બદલ આભારી માની વર્તમાન સરકારે વન રેન્કર વન પેન્શન યોજના ઘણા સમયથી પેન્ડીંગ હતી,તેની અમલવારી કરી છે. પેન્શનરોએ તેમના પ્રશ્નો માટે તેમને રજુઆત કરવા જણાવી, તેમના તરફથી જરૂર જણાયે કેન્દ્રમાં રજુઆત કરવાની ખાતરી આપી હતી. એરફોર્સ એસોસીયેશનના પ્રમુખ એસ.એસ.ત્યાગી, કર્નલ વર્મા તથા ડો. રાજેશ કોટેચાએ જામનગર જિલ્લાના અનુભવ સાથે કામગીરીમાં આત્મ સંતોષની લાગણી વ્યકત કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલે પોલીસ સ્ટાફ દ્રારા સીનીયર સીટીઝનના નિવાસ સ્થાને મુલાકાત લઇ તેમના પ્રશ્નો જણાવાનો અભિગમ વ્યકત કર્યા હતો. આ પ્રસંગે એસો.ના હોદેદારો, નિવૃત કર્મચારીઓ, જિલ્લા માજી સૈનિક કલ્યાીણ અને પુનર્વસવાટ કચેરીના સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહયા હતા.
- આત્મ સંતોષની લાગણી વ્યકત કરી

પુનમબેન માડમે તેમનું નાનપણ લશ્કરી કેમ્પસની બાજુમાં વિતેલ હોવાથી જવાનો પ્રત્યે લાગણી હોવાનું જણાવ્યું હતું. તેમના આ હોદે પહોંચવા માટે તેમના પિતા તરફથી મળેલ વારસાઇ ગુણ જેમાં તેમના પિતાશ્રી માનતા કે બાપના ગુણ દિકરામાં આવતા હોયતો દિકરીમાં કેમ ન આવે? તેવો તેમનો અભિગમ હતો. છેલ્લા એક વર્ષના સાંસદ તરીકેના અનુભવોમાં લોકો સાથે કામ કરવાનો આત્મત સંતોષની લાગણી વ્યમકત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...