જામનગર જિલ્લામાં મેઘમહેર ,જોડિયામાં જળબંબાકાર 10 ઇંચ વરસાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-રવિવારે સવારથી શરૂ થયેલો વરસાદ સોમવારે પણ અવિરત વરસ્યો, સમગ્ર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસતા સર્વત્ર પાણી..પાણી..
-જિલ્લામાં અડધાથી એક ઇંચ વરસાદ નેાંધાયો, જામજોધપુરમાં જ મેઘરાજાનો વિરામ
-સોમવારે ભારે પવન સાથે વરસાદથી જનજીવન ઠપ
-ગાજવીજ સાથે સોમવારે સવારથી જ વરસાદ શરૂ, વાવાઝોડા જેવો પવન ફૂંકાતાં ભારે નુકસાની
-શહેરમાં અઢી ઇંચ વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી

જામનગર:જામનગર જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ મન મુકીને વરસવાનું શરૂ કરતા જિલ્લાના જોડિયા તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના લીધે નાના એવા જોડિયા ગામમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતાં જયારે સોમવારે ભારે પવન સાથે વરસાદે વરસવાનું શરૂ કર્યા બાદ સાંજ સુધી ધીમી ધારે વરસાદ સમગ્ર જિલ્લામાં વરસ્યો હતો.
જામનગર નજીક આવેલા જોડિયા તાલુકામાં છેલ્લા 48 કલાકથી મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યા બાદ મનમુકીને વસ્યા હતાં અને રવિવારે જોડિયા પંથકમાં 171 એમએમ એટલે કે સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જયારે સોમવારે સવારે પણ ભારે પવન સાથે વરસાદે વરસવાનું શરૂ કર્યુ હતું છઅને સાંજ સુધીમાં વધુ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, આમ જોડિયામાં આ સીઝનમાં સૌથી સારામાં સારો વરસાદ નોંધાયો હતો આમ જોડિયા તાલુકામાં ઠેર-ઠેર પાણી ભરાયા હતાં પરંતુ આ વરસાદ એટલો લાભદાયી નથી નીવડે તેવો કારણ કે આ વરસાદનું પાણી જળાશયોમાં જોઇએ તેટલું નથી જતું અને દરિયામાં જતુ રહેતું હોય છે આથી આ વરસાદ માત્ર ખાના ખરાબી જ લાવે છે.

ધ્રોલ-જોડિયાનો સંપર્ક તૂટી જાય છે

જોડિયા તાલુકામાં આ વરસાદથી હાઇવે રોડને તેમજ પુલને નુકશાની પહોચી હતી અને ધ્રોલ-જોડિયા તાલુકાનો સંપર્ક પણ તુટી ગયો હતો.

ઊંધી રકાબી જેવી ભૂ સપાટી છે

જોડિયા તાલુકાની ભુસ્તરીય સપાટી ઊંધી રકાબી જેવી છે જેથી ગમે તેટલેા વરસાદ પડે તે લાભદાયી પણ નથી.
ખેતી પણ નથી
જોડિયા તાલુકામાં તેમજ આસપાસના વિસ્તારો ખેતી ઓછી હોવાથી આ વિસ્તારાેમાં પડેલા વરસાદ ઉપયોગી નીવડે તેવો નથી.

મીઠાના અગરના પણ ધોવાણ

જોડિયા તાલુકામાં દરિયાઇ વિસ્તાર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં મીઠાના અગર આવેલા છે આ ભારી વરસાદના કારણે તે ધોવાઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

હાલારમાં અઢી ઇંચ વરસાદથી ટાઢોડું
જામનગર.જામનગર જિલ્લામાં ગત સપ્તાહ બાદ આ સપ્તાહની શરૂઅાતથી જ મેઘરાજાએ વરસવાનું શરૂ કરી દીધું હતું અને જિલ્લાના તમામ તાલુકામાં રવિવાર બાદ સોમવારે પણ મન મુકીને વરસવાનું શરૂ કરી દીધું હતું સોમવારે સવારથી જ ગાજવીજ સાથે વરસાદે વરસવાનું શરૂ કર્યા બાદ સતત સાંજ સુધી વરસાદ વરસ્યો હતો જેના લીધે સાંજના સમયે અઢી ઇંચ વરસાદ બાદ હીમ જેવું ટાઢોડુ છવાયું હતું.
હાલારમાં સોમવારે સાંજ સુધીમાં 56 એમએમ જેટલો વરસાદ નોધાયો હતો અન્ય તાલુકામાં ધ્રોલમાં 14 એમએમ, જોડિયામાં 65 એમએમ, કાલાવડમાં 17 એમએમ, લાલપુરમાં 12 એમએમ વરસાદ નોંધાયેા હતો જયારે જામજોધપુર તાલુકામાં નેાઘપાત્ર વરસાદ વરસ્યો ન હતો. જયારે દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજા સોમવારે વરસ્યા હતાં અને દ્વારકા શહેરમાં સોમવારે સાંજ સુધીમાં 12 એમએમ, કલ્યાણપુરમાં 5 એમએમ, ભાણવડમાં 19 એમએમ, ખંભાળિયામાં 30 એમએમ જેટલો વરસાદ નોંધાયો હતો આમ જામનગર-દ્વારકામાં સોમવારે પણ મેઘરાજા મનમુકીને વરસ્યા હતાં જયારે શહેરમાં તો સાંજના સમયે વરસાદના થોભ્યા બાદ હીમ જેવું ટાઢોડુ છવાઇ ગયું હતું. જો કે, જિલ્લામાં ધીમીધારે વરસેલા વરસાદને કારણે ઊભી મોલાતને જીવતદાન મળ્યું છે, કાચા સોના જેવા વરસાદથી ખેડૂતોમાં ખુશાલી વ્યાપી ગઇ છે.
અનેક સ્થળોએ વરસાદી પાણી સાથે ગટરો ઊભરાઇ જતા ગંદકી વધી

જામનગરમાં સોમવારે વરસાદ વરસ્યો ત્યારે સવારે થોડા જ સમયમાં અમુક વિસ્તારોમાં ગટરો ઉભરાઇ જતા ગંદકીનું સામ્રાજય સર્જાયુ હતું અને રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. શહેરમાં અનેક સ્થળોએ વરસાદી પાણીના નિકાલના અભાવે તળાવો ભરાયા હતા, તેમાં ગટરનું ગંદકીયુક્ત પાણી ભળી જતાં લોકોની પરેશાનીમાં વધારો થયો હતો.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા....
અન્ય સમાચારો પણ છે...