તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર: દલિતોનો રોષ ચરમસીમાએ પહોચ્યો, એસટી બસ પર પથ્થર મારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર: ઉનાના સામઢિયાળી ગામમાં તાજેતરમાં દલિત સમાજના યુવાનોને ગેરસમજણથી પ્રેરાયેલા અમુક યુવાનોએ ઢોર માર માર્યાના પ્રકાશમાં આવેલા બનાવના પગલે રાજ્યભરના દલિત સમાજમાં ઉગ્ર પુણ્યપ્રકોપ ફાટી નીકળ્યો છે. જેના પડઘા સ્વરૂપે સોમવારે જામનગર સહિત રાજ્યમાં અમુક જિલ્લાઓમા તોફાની ઘટનાઓ બની હતી. સોમવારે રાતે ધ્રોલની લતીપુર ચોકડી પાસે રોડ પર આવી ગયેલા એક ટોળાંએ એસ.ટી.બસને રોકી તેને સળગાવી નાખી હતી. લાલપુર એસ.ટી. બસ ડેપોમાં ટોળાએ બસમાં તોડફોડ કરી હતી. મોડી રાત સુધી વિરોધ પ્રદર્શન કરી રહેલા ટોળાને કાબુમાં લેવા પોલીસે 8 ટીયરગેસનાં સેલ છોડ્યા હતા. જ્યારે પરિસ્થિતિને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટરે મોડી રાત્રે 144 લાગુ કરી દીધી હતી.
દલિતોના એક ટોળાંએ ભારે તોફાન મચાવી પોલીસને દોડતી કરી

આ વેળાએ બસમાં રહેલા મુસાફરો જાન બચાવીને નીચે ઉતારી ગયા હતા. આ બનાવ બાદ મોડી રાત્રિના જામનગર શહેરમાં પણ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રોડ પર ઉતારી આવેલા દલિતોના એક ટોળાંએ ભારે તોફાન મચાવી પોલીસને દોડતી કરી દીધી હતી. ટીયરગેસના સેલ છોડ્યા પછી ત્રણ કલાક પછી પોલીસે રાહતનો દમ લીધો હતો. જ્યારે 49 દિગ્વિજય પ્લોટ પાસેથી પસાર થતી એસટી બસને પણ આ ટોળાંએ નિશાનો બનાવ્યો હતો અને પથ્થર મારો કર્યો હતો જ્યારે ડ્રાઇવરને પણ મારમારી ઇજા પહોચાડી હતી.

સામઢીયાળી ગામમાં દલિત સમાજના યુવાનોને ઢોર માર માર્યો

ગીર-સોમનાથ જિલ્લાના ઉનાના સામઢીયાળી ગામમાં તાજેતરમાં દલિત સમાજના અમુક યુવાનોને ઢોર માર મારવામાં આવ્યાના વિરોધમાં દલિતોએ ઉગ્રવિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેમાં આવેદન પત્ર આપવામાં આવ્યા બાદ સોમવારે સાંજ સુધી શાંતિપૂર્ણ વાતાવરણ રહ્યું હતું. પરંતુ રાત્રિના 10 વાગ્યા આસપાસ ધ્રોલના લતીપુર ચોકડી નજીક આવેલા ચામુંડા પ્લોટ પાસેથી પસાર થતી એસટીની જામનગર-મોરબી રુટની જીજે-18-ઝેડ-764 નંબરની બસને ચાલીસ થી પચાસ જેટલા શખ્સોના એક ટોળાંએ આંતરી લઈ તે બસ પર કેરોસીન છાંટી સળગાવી નાખી હતી.
(તસવીરો: ફ્રેની કારીયા)
આગળની સ્લાઇડમાં વાંચો અને જુઓ તસવીરો, બસના ચાલક પર હુમલો કરી ટોળાંએ બસનો કાચ તોડી નાખ્યો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો