તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં સીટી બસનો પ્રશ્ન ઉકેલાતો નથી, હજુ ત્રણ માસની પ્રતિક્ષા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર: જામનગરની અનેક સમસ્યાઓમાંની એક સીટી બસનો પ્રશ્ન હજુ પણ ઉકેલાતો નથી અને હજુ પણ સીટી બસની સંપૂર્ણ નગર માટેની સેવા માટે ત્રણ માસની પ્રતિક્ષા કરવી પડશે એક તરફ દોઢ વર્ષ બંધ પડેલી સેવા માંડ-માંડ શરૂ થઇ હતી તેમાં પણ ત્રણ જ બસ દોડતી તે પણ બે મહિનાથી બંધ છે ત્યારે વિપક્ષ દ્વારા તેનો આક્રમક મુડ જાળવીન સીટી બસ મુદ્દે રસ્તા રોકો આંદોલન કરવા મકકમતા દર્શાવાઇ છે.

દોઢ વર્ષ બંધ પડેલી સેવા માંડ શરૂ થઇ

શહેરમાં સીટી બસ સેવા બંધ હોવાથી વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, વૃધ્ધો, શ્રમિક વર્ગ વગેરેને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે વળી નગરજનો વિસ્તાર પણ ખૂબ જ વધ્યો હોય એક સ્થળેથી બીજા સ્થળે જવા આવવા માટે રીક્ષા ભાડા પણ મોટી સંખ્યામાં નાગરીકોને પરવડે તે રીતે સ્વાભાવિક છે આવા સંજોગો છતાય સીટી બસ સેવા તાકીદે શરૂ થઇ શકી નથી. અગાઉ માજી સૈનિક સહકારી મંડળી દ્વાર નગરમાં સીટી બસ સેવા પુરી પડાતી હતી પરંતુ ખોટ જતી હોવાના કારણે તેઓ દ્વારા સેવા બંધ કરાઇ હતી અને દોઢ વર્ષ જેટલા સમયગાળા સુધી શહેરમાં સીટી બસ સેવા બંધ રહી ત્યાર બાદ કારગીલ પરિવહન દ્વારા નગરમાં 3 સીટી બસ શરૂ કરવામાં આવી હતી.

બે મહિનાથી આ સેવા બંધ હોવાથી નાગરીકોને ખૂબ જ હાલાકી

તેમને પણ પરવડતું ન હોવાથી સેવા બંધ થઇ છે ત્યારે હાલ ફરીથી બે મહિનાથી આ સેવા બંધ હોવાથી નાગરીકોને ખૂબ જ હાલાકી પડે છે. ત્યારે મહાપાલીકાને જણાવ્યું છે કે 31 બેઠકવાળી 10 મીની બસનો ઓર્ડર ટાટા મોટર્સ લી.ને આપવામાં આવ્યા છે તેમજ જુલાઇના અંતમાં તેમાંથી એક મોડલ સીટી બસ એપ્રુવ થવા આવશે અને બાદમાં ત્રણ માસમાં બાકીની નવ બસ આવશે ઉપરાંત બસોના ઓપરેશન અને મેન્ટેનન્સ કામ માટે ટેન્ડર બહાર પડાયા હતા તે પણ ખોલવામાં આવ્યા છે માટે સીટી બસ આવતાની સાથે જ સેવા શરૂ થઇ શકશે.
બસ સેવા પુરી પાડવામાં નિષ્ફળ

જામનગર મનપાના સતાધીશો સીટી બસ સેવા પુરી પાડવામાં નિષ્ફળ ગયાનું વિપક્ષના નેતા અસલમ ખીલજીએ જણાવીને ઉમેર્યુ છે કે અમારૂ આંદોલન સીટી બસ માટે થશે જ અને સીટી બસ માટે લડી લેવાના જ મુડમાં છીએ.
બસ ખરીદવા માટે ઓર્ડર અપાયો

શહેરમાં સીટી બસ ચાલુ કરવા માટે દસ નાની સીટી બસ ખરીદવા માટે ઓર્ડર અપાઇ ગયો છે તેમ જણાવી આસીસ્ટન્ટ કમિશનરે ઉમેર્યુ છેકે હાલ એક મોડેલ સીટી બસ નગરમાં દોડતી થશે તથા બીજી નવ ત્રણ માસની અંદર આવી જશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો