તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયામાં 6 વેપારીઓ પર આવકવેરા વિભાગની ધોંસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા: જામનગર,જામજોધપુરની સાથે ખંભાળિયામાં પણ અડધો ડઝન વેપારીઓ પર આવકવેરા વિભાગ ત્રાટકતા ચકચાર જાગી છે. આઇટીના અધિકારીઓએ આર્થિક વ્યવહારોની ચકાસણી કરીહિસાબી સાહિત્ય કબજે કર્યાનું જાણવા મળ્યું છે.ખંભાળિયામાં સોમવારે બપોર પછી જામનગર અને દ્રારકા આવકવેરા વિભાગના અધિકારીઓએ સર્વેની કામગીરી હાથ ધરી હતી.
 
નગરના જોધપુર ગેઇટ,નગર ગેઇટ સહીતના વિસ્તારોમાં પેઢી ધરાવતા અનાજ કરિયાણા,એગ્રો,પેટ્રોલ પંપ સહીતના મોટા વેપારીઓને ત્યાં તપાસ કરી હતી.નોટબંધી દરમ્યાન આ વેપારીઓએ બેકમાં જમા કરાવેલી માતબર રકમ મામલે કરવામાં આવેલી તપાસમાં આયકરના અધીકારીઓએ આર્થિક વ્યવહારો ચકાસી હિસાબી સાહિત્ય કબ્જે કરી રવાના થયા હતાં.માર્ચ માસમાં આયકર વિભાગની ચેકીગ કાર્યવાહીથી વેપારીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.આવકવેરા વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. આથી અમુક વેપારીઓએ ધંધા-રોજગાર અડધો દીવસ બંધ રાખ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો