તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરઃ પત્ની સાથે આડા સંબંધ ધરાવનાર યુવાનની પતિ કરી ઘાતકી હત્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરઃ જામનગર નજીકના રામપર ગામમાં રહેતા અને મૂળ દાહોદના ધાનપુર ગામના રહેવાસી એક આદિવાસી યુવાન તે જ ગામમાં રહેતા અન્ય એક આદિવાસી પરિવારની પરિણીતા સાથે આડાસંબંધ ધરાવતો હોય પરિણીતાના પતિએ ધારિયા વડે હુમલો કરી તેની હત્યા નિપજાવી હતી.
પારકી પરણેતર સાથેના પ્રેમસંબંધમાં યુવાને જીવ ગુમાવ્યો, હત્યા કરી આરોપી પત્નીને લઈને ફરાર
મૃતક યુવાનને પરિણીતાના પતિએ અવાર-નવાર સંબંધ નહીં રાખવા સમજાવ્યો હતો. આમ છતાં પણ આ યુવાને આ મહિલા સાથેનો સંપર્ક ચાલુ રાખતા અંતે કંટાળી જઇને આ પરિણીતાના પતિએ રવિવારે રાત્રે આ યુવાન પર ધારિયા વડે હુમલો કરતા માથા તથા આંખના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે ગંભીર ઇજાના કારણે આ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં આ મૃતક યુવાનના ભાઈ દ્વારા આ પરિણીતાના પતિ સામે હત્યાનો ગુનો નોંધવવામાં આવ્યો હતો.
મૂળ દાહોદનું દંપતિ રોજગારી માટે જામનગર આવ્યું હતું

મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર ગામના વતની અને હાલ જામનગર નજીકના રામપર ગામની સીમમાં આવેલી જોશનાબેન આહીરની વાડીમાં રહેતા ભરત છગનભાઈ ઉર્ફે જંગાલિયા ડામોર નામના યુવાનને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબર તાલુકાના જામની ગામના વતની અને હાલ રામપર ગામની સીમમાં કાથડભાઈ આહીરની વાડીમાં રહેતા શંકર થાવરિયા નામના આદિવાસી શખ્સની પત્ની રમીલા સાથે આડાસંબંધ હતા. જે અંગેની જાણ શંકરને થતાં તેણે ભરતને અવાર-નવાર મનાઈ કરી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેની પત્નીથી દૂર રહેવા ગર્ભિત ધમકી આપી હતી. આમ છતાં ભરત દ્વારા આ સંબંધ ચાલુ રાખવામાં આવ્યા હતા. આથી ઉશ્કેરાયેલા શંકરે રવિવારે રાત્રિના ભરતને રામપર ગામની સીમ આવેલી ગોરધનભાઈની વાડી પાસે આંતરી લીધો હતો અને તેની સાથે બોલાચાલી થયા બાદ તેના પર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...