તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર પાસે અકસ્માતમાં રાજકોટના દંપતીનું મોત, બંધ ટ્રક સાથે અથડાઈ કાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરઃ રાજકોટમાં ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી તેમના પત્ની સાથે જામનગરમાં વાલ્કેશ્વરી વિસ્તારમાં રહેતા સાળાને ત્યાં પ્રસંગમાં આવી રહ્યા હતા. ત્યારે તેમની કારને માર્ગ ઉપર એક બંધ પડેલી ટ્રકમાં ઘૂસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પત્નીનું રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં મોત નીપજ્યું હતું.
સાળાને ઘરે પ્રસંગમાં જઈ રહ્યા હતા, પતિનું ઘટનાસ્થળે જ્યારે પત્નીનું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ
રાજકોટના પરિન ફર્નિચર નામનો શો-રૂમ ધરાવતા દિપેશભાઇ ધીરજલાલ નંદાણી નામના 38 વર્ષીય વ્યાપારી અને તેમના 34 વર્ષીય પત્ની અવનીબેન જીજે-03-ડીએન-0029 નંબરની કારમાં રવિવારે સવારે રાજકોટથી જામનગરમાં રહેતા અવનીબેનના ભાઇ ભાવિનભાઇ રમેશભાઇ મજિઠિયાને ત્યાં પ્રસંગમાં જવા નીકળ્યા હતા. ત્યારે ધુંવાવમાં આવેલી વિશ્રામ હોટેલ પાસે આ કાર ડિવાઇડર સાથે અકસ્માતે અથડાઇ હતી.
દિપેશભાઇએ કાર ઉપરનો કાબૂ ગુમાવતા આ કાર માર્ગ પર બંધ પડેલી ટ્રકની નીચે ધડાકાભેર અથડાતાં અકસ્માત થયો હતો. દંપતીને ગંભીર ઇજા થતાં દિપેશભાઇનુ ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. ગંભીર ઇજાગ્રસ્ત અવનીબેનને 108 દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગત નિવડી ન હતી અને તેમનું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો