તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર જમીન કૌભાંડમાં હિન્દી ફિલ્મના હીરોની સંડોવણી ખૂલતાં થઈ ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરઃ જામનગરના સદા બાર કરોડના પ્લોટ કૌભાંડમાં અમદાવાદ સુધી તપાસ ચલાવીને પટેલ શખ્સની ધરપકડ કરવામાં આવી છે, પૂછપરછ કરતાં આરોપી હિન્દી ફિલ્મમાં હીરોનો ભૂમિકા ભજવતો હોવાનું અને ચકચારી 100 કરોડના જમીન કૌભાંડમાં તે મુખ્ય સૂત્રધાર જયેશ પટેલનો સાગરીત હોવાની કબૂલાત આપી હતી. તેમજ એલસીબીએ આ શખ્સની ધરપકડ કરી અને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદથી એલસીબીએ બાતમીના આધારે પકડ્યો

જામનગરના ફરિયાદી કાંતીલાલ મોહનલાલ નંદાની સંયુક્ત માલિકીની ગોકુલનગર, રડાર રોડ ઉપર કુલ રૂપિયા 12.50 કરોડના 11 પ્લોટ રામદે ભીખાભાઇ નંદાણિયા તથા અન્ય આરોપીઓ દ્વારા એક પ્લોટનો સોદો કરી પ્લોટના ડોકયુમેંટ મેળવી તેનો ઉપયોગ ખોટા કુલમુખત્યારનામા કરી જે ખોટા કુલમુખત્યારનામાંના આધારે 11 પ્લોટ પચાવી પાડવા અંગે પોલીસમાં ગુનો નોંધાયો હતો જેની તપાસ એલસીબી ચલાવે છે.
મુખ્ય સૂત્રધાર જયેશ પટેલનો સાગરીત હોવાનું પણ કબૂલ્યું
આ દરમિયાનમાં ગુનાનો એક આરોપી અમદાવાદ તરફ નાસ્તો-ફરતો હોવાની બાતમીના આધારે એલસીબીની એક ટુકડી અમદાવાદમાં વોચમાં હતી અને હાલ નિકોલ અમદાવાદમાં રહેતા અને મૂળ પડધરી તાલુકાના જીલરિયા ગામના વતની હસમુખ હંસરાજભાઈ વેકરીયાની ધરપકડ કરી હતી અને જામનગર લાવી તેની પૂછપરછ કરવામાં આવતા હિન્દી ફિલ્મ “હમ હે વન્ડર બોય”માં હીરોની ભૂમિકા ભજવી રહ્યો હોય અને 100 કરોડના જમીન કૌભાંડમાં તેણે જયેશ પટેલનો સાથ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. આથી એલસીબીએ શખ્સને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ એક કૌભાંડમાં પણ સાથ આપ્યો હતો
હસમુખ વેકરીયાની પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, 100 કરોડના જમીન કૌભાંડ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના સેક્ટર-7માં જયસુખ ઉર્ફે જયેશ મૂળજી રાણપરિયા સાથે પણ જમીન કૌભાંડના ગુનામાં સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો