તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર: લાલપુરમાં ધોધમાર વરસાદ, ઢાઢર નદીમાં ઘોડાપૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદના બીજા રાઉન્ડમાં મેધરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી. જેમાં લાલુપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે જોડિયાના કુન્નડ ગામમાં ભારે વરસાદને કારણે ગામના 41 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતાં. સરકારી શાળા અને ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસી ગયા હતાં. ભારે વરસાદને કારણે ઢાઢર નદીમાં ઘોડાપૂર આવ્યું હતું જેને જોવા લોકો ઉમટી પડ્યા હતાં.  
  ખોડિયાર મંદિર પાણીમાં ડૂબ્યું
  જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જામનગર જિલ્લાના ડેમોમાં છલકાયા હતા જ્યારે ભારે વરસાદને કારણે ખોડિયાર મંદિર પાણીમાં ડૂબી ગયું હતું. લાલપુરની ધંધાર નદીમાં પુર આવતાં જામનગર નજીકના દરેડમાં ખોડીયાર મંદિર ઉપરથી પાણી વહી રહ્યું છે. જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતાં. ભારે વરસાદને કારણે રંગમતી નદી બે કાંઠે વહેતી થઈ હતી. શહેરીજનો મોટી સંખ્યામાં પાણીનો રમણીય નજારો જોવા ઉમટી પડ્યા હતાં. 
 
ઉંડ ડેમ ઓવર ફ્લો થતાં 25 દરવાજા ખોલાયા
 
ભારે વરસાદને કારણે નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જ્યારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના છ ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ઉંડ ડેમ ઓવરફ્લો થતાં 25 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. 

ધ્રોલ પંથકમાં 6 કલાકમાં 10 ઇંચ વરસાદ

હાલારમાં શુક્રવારના મેઘાડંબર વચ્ચે ધ્રોલ પંથકમાં છ કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા નદી નાળામાં પુરને કારણે નવ ગામમાં જવાન રસ્તા બંધ થઇ ગયા હતાં.આંગણવાડીમાં ત્રણ ફુટ પાણી ભરાઇ ગયા હતાં અને રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા વળતા ગ્રામજનોના જીવ તાળવે ચોંટયા હતાં. ધ્રોલમાં 1.25, જોડિયા, લાલપુર, જામનગર, કાલાવડમાં1, ખંભાળિયામાં અડધો ઇંચવરસાદ પડયો હતો.અન્ય તાલુકાઓમાં છુટો છવાયો વરસાદ પડયો હતો.

ધ્રોલ તાલુકાના દસેક ગામોમાં ભારે વરસાદથી નુકસાન

જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે વરસાદના બીજા રાઉન્ડમાં મેધરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી.સવારથી ભારે મેઘાડંબર વચ્ચે સવારે 7 વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. પ્રથમ રાઉન્ડની જેમ બીજા રાઉન્ડમાં પણ મેઘરાજાએ ધ્રોલ પંથકમાં વિશેષ હેત વરસાવ્યું હતું. સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધીમાં ધ્રોલ તાલુકાના જાલીયા માનસર, ગઢકા, જાબીડા, લૈયારા, સુમરા, રાજપર, ઇટાળા, ખારવા, હમાપર ગામે 8થી 10 ઇંચ વરસાદ ખાબકતા ચોમેર પાણી-પાણી થઇ ગયું હતું. 

જોડિયામાં વધારે વરસાદના કારણે એક વૃદ્ધાનું મોત
 
ધ્રોલ પંથકમાં ભારે વરસાદના કારણે ઉંડ-2 ડેમના 20 દરવાજા 4 ફુટ ખોલવામાં આવતા જોડિયાના નીચાળવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતાં. ઘરમાં પાણી ધૂસી જતાં વૃધ્ધાનું મૃત્યુ નિપજયું હતું.જયારે અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા હતાં. કમરડુબ પાણીથી નીચાળવાળા વિસ્તારોમાં આવાગમન બંધ થઇ ગયું હતું.
  તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
 
 
 
 
અન્ય સમાચારો પણ છે...