ઘેલા સોમનાથ મહાદેવને મહાકાલેશ્વરનો શણગાર કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: પવિત્રધામ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ વદ-2(બીજ)ને બુધવારના રોજ ઘેલા સોમનાથ દાદાને મંદિરનાં પુજારી હસુભાઈ જોષી દ્વારા મહાકાલેશ્વરનો શણગાર કરવામાં આવ્યો હતો. અમદાવાદ નિવાસી ભાવિશાબેન લલીતભાઈ પટેલ દ્વારા ઘેલા સોમનાથા દાદાને સ્પેશ્યલ ફૂલનું છત્ર બનાવી મંદિરને અર્પણ કરાયું હતું. ચોર્યાશીના દાદા ઘનશ્યામભાઈ વિઠ્ઠલદાસ પંચાલ દ્વારા ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં ચાલી રહેલી અન્નક્ષેત્ર, ગૌશાળા અને કબુતરની ચણ માટે રૂ.1 લાખનું દાન આપવામાં આવ્યું હતું જેમનું મંદિર ટ્રસ્ટ વતી વહીવટદાર મનુભાઈ શીલુ, મેનેજર વીરગરભાઈ ગોસાઈ તેમજ પરેશભાઈ ગરણીયાએ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. 
અન્ય સમાચારો પણ છે...