તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જી.જી.હોસ્પિટલમાં પાર્કિંગના નિયમોનો સરાજાહેર ઉલાળિયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર: જામનગર શહેરની જી.જી.હોસ્પિટલ તેના કથળેલા વહીવટ માટે ચર્ચાના એરણે ચડી છે. જો કે જી.જી.હોસ્પિટલના તમામ સત્તાધીશો સબસલામત હોવાના બણગા ફૂંકતા થાકતા નથી, પરંતુ દર્દીઓ અને તેના સંબંધીઓની હાલત દિવસેને દિવસે દયનીય બની રહી છે. એવામાં દર્દીની જાયે તો જાયે કહાં જેવી સ્થિતિ છે. ત્યારે જી.જી.હોસ્પિટલ કેમ્પસમાં ખાનગી વાહનોના માથાભારે ચાલકો વાહનોના અડીંગો જમાવીને બેઠા છે.

 

નો પાર્કિંગ કરાયેલા સ્થળ પર પણ થોકબંધ વાહનો પાર્ક કરવામાં આવે છે. ઉપરાંત જી.જી. હોસ્પિટલમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટરને વર્ષે લાખો રૂપિયા પણ ચૂકવવામાં આવે છે, પરંતુ નિયમ મુજબ વાહન પાર્ક કરાવવાની કોઇ તસ્દી પણ સિક્યુરિટી દ્વારા લેવામાં આવતી નથી. શહેરની જી.જી.હોસ્પિટલમાં આવતાં દર્દીઓના સંબંધીઓ આડેધડ કરાયેલા પાર્કિંગને કારણે ફસાઇ જાય છે. હોસ્પિટલના સત્તાધીશો પોતાની જવાબદારીમાં આવતા કામો કરી ફરજ અદા કરશે કે માત્ર પગારના દિવસની રાહ જોવામાં જ સમય વિતાવશે તેના પર જામનગરના શહેરજનોની મીટ મંડાઇ છે. (તસવીર -  હિરેન હિરપરા)

 

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

 
અન્ય સમાચારો પણ છે...