તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરઃ બાલાચડીના દરિયામાં ગણપતિ વિસર્જન સમયે યુવાન ડૂબતા મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરઃ જામનગરમાં મોડી સાંજે વધુ એક દૂરઘટના બન્યાનું સામે આવ્યુ હતું. જેમાં શહેર નજીકના ખોજા ગેઇટ પાસે ની તારમામદ સોસાયટીના પાછળના વાડી વિસ્તારમાં રહેતા એક યુવાનનું જામનગર નજીકના બાલાચડીના દરિયામાં ગણપતિ વિસર્જન દરમિયાન મૃત્યુ નીપજયાંનું સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ બન્યા બાદ સ્થાનિક લોકોએ આ યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. અને પીએમ માટે ખસેડયો હતો.
જામનગરમાં શુક્રવારે વધુ એક મૃત્યુ નીપજ્યું, સ્થાનિક લોકોએ મૃતદેહને બહાર કાઢી ખસેડ્યો

જામનગર શહેર નજીકના ખોજા ગેઇટ પાસે ની તારમામદ સોસાયટીના પાછળના વાડી વિસ્તારમાં રહેતા પાત્રીસ વર્ષીય કાંતિલાલ હિરાભાઈ કણજારીયા નામનો યુવાન જામનગર નજીકના બાલાચડીના દરિયામાં ગણપતિ વિસર્જન માટે ગયો હતો અને દરમિયાન દરિયાના ઊંડા પાણીમાં તેનો ગરકાવ થવા લાગ્યો હતો અને ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજયાંનું સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ બન્યા બાદ સ્થાનિક લોકોએ આ યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. અને પીએમ માટે ખસેડયો હતો. ગણપતિ વિસર્જન સમયે દર વર્ષે આ બનાવો બનતા હોય છે. ત્યારે તકેદારી જરૂરી છે. તંત્ર દ્વારા પણ વિસર્જન સમયે યોગ્ય તકેદારી રાખવાથી અનેક દુર્ઘટના ટળી શકે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો