દ્વારકા જતાં પદયાત્રીઓને ફૂડ પોઈઝનિંગની અસર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર:ફૂલડોલ ઉત્સવ નિમિતે પદયાત્રા કરી દ્વારકા દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓ માના દસથી પંદર પદયાત્રીઓને ઝાડા-ઊલટી થતાં તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં તમામની હાલત સુધરતી હોવાનું જણાવ્યુ હતું.
 
ઝાડા-ઊલટીની બીમારી થઈ હોવાનું સામે આવ્યું હતું
 
ખંભાળિયા જનરલ હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અલગ-અલગ સ્થળે તાપ અને ખોરાકમાં વાસી પદાર્થ આવી જવાથી ઝાડા-ઊલટીની બીમારી થઈ હોવાનું સામે આવ્યું હતું. જો કે, દૂર-દૂર થી આવતા પદયાત્રીઓને બીમારી લાગુ પડી હોવાની જાણ થતાં અનેક સેવાકીય સંસ્થાઓ ત્યાં દોડી આવી હતી. જો કે, તબીબો દ્વારા પણ ખડેપગે રહી પદયાત્રીઓની તબિયત વહેલી સુધરે તે તકેદારી લેવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...