વરસાદની આગાહીને પગલે મેળાના વેપારીઓમાં ફફડાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: રવિવારથી જામનગર શહેરમાં લોકમેળાનો પ્રારંભ થવાનો છે, આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે લાખોનું રોકાણ કરી મેળામાં નફો કમાવવાની આશ માંડીને બેઠેલા વેપારીઓમાં વરસાદની આગાહીથી ફફડાટ ફેલાયો છે.

જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્રની સાથે-સાથે જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતી નદીના પટ્ટમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે સાંજે મેળાને લોકો માટે ખુલ્લો મુકાશે. ચાલુ સિઝનમાં મેઘરાજાએ મહેર કરતા ખેડૂતોમાં ખુશીની લહેર છે તો શહેરીજનો પણ સારા વરસાદને કારણે ધંધા ઉદ્યોગમાં તેજીની આશા રાખી રહ્યા છે.
 
સારા વરસાદ બાદ સાતમ-આઠમનો તહેવાર આવતાં સિઝનેબલ ધંધો કરતાં વેપારીઓએ મેળામાં નફો કમાવવા માટે સ્ટોલના ઉંચા ઉભાડા રાખી લાખોનો માલસામાન અેકત્રીત કરી લીધો છે.પરંતુ હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરતાં લાખોનું રોકાણ કરનાર વેપારીઓનો જીવ પડીકે બંધાયાની સ્થિતી સર્જાઇ છે. મેળા દરમિયાન વરસાદ વરસે તો લોકો મેળામાં આવવાનું ટાળશે તેમજ ઠંડી સિઝનને કારણે આઇસક્રીમ જેવા ખાણી પીણીના ધંધા પર તેની માઠી અસર જોવા મળશે, જોકે હાલમાં તો વેપારીઓએ મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને મેળા દરમિયાન મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થાનાઓ કરી રહ્યા છે.
 
રવિવારથી જામનગર શહેરમાં લોકમેળાનો પ્રારંભ થવાનો છે, આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે લાખોનું રોકાણ કરી મેળામાં નફો કમાવવાની આશ માંડીને બેઠેલા વેપારીઓમાં વરસાદની આગાહીથી ફફડાટ ફેલાયો છે.

જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્રની સાથે-સાથે જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતી નદીના પટ્ટમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે સાંજે મેળાને લોકો માટે ખુલ્લો મુકાશે. ચાલુ સિઝનમાં મેઘરાજાએ મહેર કરતા ખેડૂતોમાં ખુશીની લહેર છે તો શહેરીજનો પણ સારા વરસાદને કારણે ધંધા ઉદ્યોગમાં તેજીની આશા રાખી રહ્યા છે.સારા વરસાદ બાદ સાતમ-આઠમનો તહેવાર આવતાં સિઝનેબલ ધંધો કરતાં વેપારીઓએ મેળામાં નફો કમાવવા માટે સ્ટોલના ઉંચા ઉભાડા રાખી લાખોનો માલસામાન અેકત્રીત કરી લીધો છે.
પરંતુ હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરતાં લાખોનું રોકાણ કરનાર વેપારીઓનો જીવ પડીકે બંધાયાની સ્થિતી સર્જાઇ છે.
 
મેળા દરમિયાન વરસાદ વરસે તો લોકો મેળામાં આવવાનું ટાળશે તેમજ ઠંડી સિઝનને કારણે આઇસક્રીમ જેવા ખાણી પીણીના ધંધા પર તેની માઠી અસર જોવા મળશે, જોકે હાલમાં તો વેપારીઓએ મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને મેળા દરમિયાન મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થાનાઓ કરી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...