તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરઃ મોરકંડા નજીક નકલી પોલીસે રૂપિયા 47 હજારની લૂંટ ચલાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરઃ હજુ ચાર દિવસ પહેલા જ રેલવે સ્ટેશનથી મુસાફરોને બેસાડી દિગજામ સર્કલ પાસે લૂંટી લેવામાં આવ્યા હતા તેના આરોપીને પોલીસે પકડી પાડ્યા ત્યાં વધુ એક લૂંટનો કિસ્સો પોલીસ દફ્તરે નોંધાયો છે. જેમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસે રહેતો એક યુવાન તેના માસિયાઇ ભાઈને લઈ અને મોરકંડા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક સિલ્વર કલરની કારમાં આવેલા બે શખ્સોએ આ બંને ભાઈઓને આંતરી લઈ અને ઉભા રાખ્યા હતા.
પોતાની ઓડખ પોલીસ તરીકે આપી અને આ બંને ભાઈઑ સાથે કોઈ બાબતે મારકૂટ શરૂ કરી હતી અને બાદમાં બંને ભાઈઑને કારમાં બેસાડી અપહરણ કરી થોડે દૂર લઈ ગયા હતા અને બાદમાં તેમની પાસેથી રોકડા રૂપિયા 12500 તથા રૂપિયા 35000ની કિમતના દોઢ તોલાનાના સોનાના ચેઇનની લૂંટ ચલાવી તેમને છોડી દેવામાં આવ્યા હતા. આ બંને ભાઈઑ તુરંત આ અંગે સિટી-એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

મહાપ્રભુજીની બેઠક પાસે રહેતો મુકેશભાઈ ભગવાનજીભાઈ કટેશિયા નામનો યુવાન તેના માસીના દીકરા વિનોદભાઈ માવજીભાઈ પરમાર સાથે રવિવારે રાત્રિના 10 વાગ્યા આસપાસ મોરકંડા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જીજી-10-બિઆર-1253 નંબરની સિલ્વર કલરની કારમાં આવેલા બે શખ્સોએ આ બંને ભાઈઓને આંતરી લઈ અને ઉભા રાખ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અને આ બંને ભાઈઑ સાથે અત્યારે અહી શું કરી રહ્યા છો તેમ કહ્યા બાદ મારકૂટ શરૂ કરી હતી અને બાદમાં બંને ભાઈઑને કારમાં બેસાડી અપહરણ કરી થોડે દૂર લઈ ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
અન્ય સમાચારો પણ છે...