તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકાધીશ મંદિર પરિસરમાં હંગામી બાંધકામ અટકાવાયું, મંદિર ઢંકાવાનો ભય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાઃ દ્વારકાધીશ જગતમંદિર એ આર્કોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા હસ્તકનું રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે મંદિરના પરિસરમાં તેમજ આસપાસના અમુક હદ સુધીના વિસ્તારોમા વિભાગની મંજૂરી વગર કોઇપણ જાતનું બાંધકામ કરી શકાતું નથી, પરંતુ તાજેતરમાં જ જગતમંદિર પરિસરમાં લોખંડના મસમોટાં શેડ ઊભા કરી હંગામી બાંધકામ ઊભું કરાતું હોવાનું ધ્યાનમાં આવતા સ્થાનીય પુરાતત્ત્વવિભાગે સરવે કરી જગતમંદિરમાં વહીવટદારને નોટિસ ફટકારી હતી. વડોદરા પુરાતત્ત્વ વિભાગની ઓફિસમાંથી પાઠવેલી નોટિસમાં નકશા, ડ્રોઇંગ, ફોટોગ્રાફ સાથે પરવાનગી મેળવ્યા બાદ જ બાંધકામ કરવા જણાવાયું હતું.
ગેરમાર્ગે દોરી કામ શરૂ કરી દેવાયું

પુરાતત્ત્વ વિભાગના અધિકારી સુરેશ શાહે જણાવ્યું હતું કે, દેવસ્થાન સમિતિના કર્મચારી પુરાતત્ત્વ વિભાગની મંજૂરી વિના બાંધકામ શરૂ કરી નાખે છે. કલેક્ટર અને એસડીએમ જેવા અધિકારીઓને ગેરમાર્ગે દોરે છે. વરસાદથી બચવા 20 ફૂટ ઊંચો માંચડો ઊભો કરી દેવાથી દ્વારકાધીશની ધ્વજા દેખાતી બંધ થઈ જશે, ઘણા ભાવિકો દૂરથી જ દ્વારકાધીશની ધ્વજાના દર્શન કરવાથી ધન્ય થતો તે બંધ થઈ જશે, તેમજ રાષ્ટ્રીય સ્મારક હોવાથી 1964 સેન્ટ્રલ ગવર્મેન્ટના નિયમો લાગુ પડે છે. અધિકારીઓ પણ મંજૂરી આપતા પહેલા ચેક કરે કે સમિતિ શું કરવા માગે છે, કેવી રીતે કરવા માગે છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો