દ્વારકા: દરિયામાં બોટ ડૂબી જતાં 10નો બચાવ, 7 વર્ષનો બાળક તણાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
 
જામનગર: દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામમાં રહેતાં અગિયાર વ્યક્તિઓ નાના આંબલાથી દરિયામા આવેલા ચૂસણાપીરની માનતા પૂરી કરવા જતાં હતાં તે વખતે દરિયામાં અચાનક બોટનું તળિયં તૂટી જતાં બોટ ડૂબવા લાગી હતી જેમાં સાત વર્ષનો એક બાળક દરિયામાં તણાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
 
અચાનક બોટનું તળિયું તૂટી જતાં બોટ ડૂબી ગઈ
 
ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામમાં રહેતાં ઈસુબભાઈ હાસમભાઈ ઘાવડા (ઉ.વ.પ૩) સહિ‌ત ૧૧ વ્યક્તિઓ શનિવારે નાના આંબલાથી ચૂસણાપીર માનતા પૂરી કરવા જતાં હોઈ અને દરિયામાં ચૂડેશ્વર સામે ગાંધીયા કાંઠો વિસ્તારમાં પહોંચતા અચાનક બોટનું તળિયું તૂટી જતાં બોટ ડૂબી ગઈ હતી અને તમામ બરફ રાખવાની લાકડાની મોટી પેટીન પકડી તરવા લાગ્યાં હતાં ત્યારે સમીર કાસમભાઈ ગજ્જણ નામનો સાત વર્ષનો બાળક દરિયામાં તણાઈ ગયો હતો. જે અંગેની જાણ થતાં તેને શોધવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ ક્યાંય તેનો પત્તો લાગ્યો ન હતો.
અન્ય સમાચારો પણ છે...