જામનગરઃ જામ્યુકોની જનરલ બોર્ડમાંથી વિપક્ષોએ મંગળવારે વોકઆઉટ કર્યો હતો. કેમ કે, દલિતોના મુદ્દે ચર્ચા કરવા માટે અધ્યક્ષ સ્થાનેથી મેયરે સમીતિ આપી ન હતી. કોર્પોરેટર આનંદ રાઠોડે આ મુદ્દો ગંભીર હોય ચર્ચા માંગી હતી.
વિપક્ષ રસ્તા રોકો આંદોલન કરવા હજુ પણ મક્કમ, શહેરમાં સિટીબસ સેવામાં વિલંબ
જામનગરની અનેક સમસ્યાઓમાંની એક સીટી બસનો પ્રશ્ન હજુ પણ ઉકેલાતો નથી અને હજુ પણ સીટી બસની સંપૂર્ણ નગર માટેની સેવા માટે ત્રણ માસની પ્રતિક્ષા કરવી પડશે એક તરફ દોઢ વર્ષ બંધ પડેલી સેવા માંડ-માંડ શરૂ થઇ હતી તેમાં પણ ત્રણ જ બસ દોડતી તે પણ બે મહિનાથી બંધ છે ત્યારે વિપક્ષ દ્વારા તેનો આક્રમક મુડ જાળવીન સીટી બસ મુદ્દે રસ્તા રોકો આંદોલન કરવા મકકમતા દર્શાવાઇ છે.શહેરમાં સીટી બસ સેવા બંધ હોવાથી વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, વૃધ્ધો, શ્રમિક વર્ગ વગેરેને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે.
દોઢ વર્ષ બંધ પડેલી સેવા માંડ શરૂ થઇ હતી
નગરજનો વિસ્તાર પણ ખૂબ જ વધ્યો હોય એક સ્થળેથી બીજા સ્થળે જવા આવવા માટે રીક્ષા ભાડા પણ મોટી સંખ્યામાં નાગરીકોને પરવડે તે રીતે સ્વાભાવિક છે આવા સંજોગો છતાય સીટી બસ સેવા તાકીદે શરૂ થઇ શકી નથી.અગાઉ માજી સૈનિક સહકારી મંડળી દ્વાર નગરમાં સીટી બસ સેવા પુરી પડાતી હતી પરંતુ ખોટ જતી હોવાના કારણે તેઓ દ્વારા સેવા બંધ કરાઇ હતી અને દોઢ વર્ષ જેટલા સમયગાળા સુધી શહેરમાં સીટી બસ સેવા બંધ રહી ત્યાર બાદ કારગીલ પરિવહન દ્વારા નગરમાં 3 સીટી બસ શરૂ કરવામાં આવી હતી પરંતુ તેમને પણ પરવડતું ન હોય સેવા બંધ થઇ છે ત્યારે હાલ ફરીથી બે મહિનાથી આ સેવા બંધ હોવાથી નાગરીકોને ખૂબ જ હાલાકી પડે છે.ત્યારે મહાપાલીકાને જણાવ્યું છે કે 31 બેઠકવાળી 10 મીની બસનો ઓર્ડર ટાટા મોટર્સ લી.ને આપવામાં આવ્યા છે તેમજ જુલાઇના અંતમાં તેમાંથી એક મોડલ સીટી બસ એપ્રુવ થવા આવશે અને બાદમાં ત્રણ માસમાં બાકીની નવ બસ આવશે.
દર મહિને 30 લાખનું ઘાસ કયા જાય છે
વિપક્ષી નેતા અસલમ ખીલજીએ ઘાસ દર મહિને રૂા. 30 લાખનંુ આવે છે તે કયા જાય છે તેવો વેધક સવાલ કર્યો હતો જયારે કોર્પોરેટર યુસુફ ખફીએ ટીપી સ્કીમ અંગે મહત્વના મુદ્દા ઉઠાવ્યા હતાં જયારે કોર્પોરેટર રચનાબેને ઢોરના મુદ્દે અંગે ગંભીર રજુઅાત કરી હતી. ત્યાર બાદ પોઇન્ટ ઓફ ઇન્ફર્મેશનમાં દલિતોનો મુદ્દો ગંભીરતાથી ઉઠાવ્યો હતો.
નવી સિટીબસ માટેના ઓર્ડર અપાઇ ગયા છે
શહેરમાં સીટી બસ ચાલુ કરવા માટે દસ નાની સીટી બસ ખરીદવા માટે ઓર્ડર અપાઇ ગયેા છે તેમ જણાવી આસીસ્ટન્ટ કમિશનરે ઉમેર્યુ છેકે હાલ એક મોડેલ સીટી બસ નગરમાં દોડતી થશે તથા બીજી નવ ત્રણ માસની અંદર આવી જશે.
સત્તાધીશો નિષ્ફળ
જામનગર મનપાના સતાધીશો સીટી બસ સેવા પુરી પાડવામાં નિષ્ફળ ગયાનું વિપક્ષના નેતા અસલમ ખીલજીએ જણાવીને ઉમેર્યુ છે કે અમારૂ આંદોલન સીટી બસ માટે થશે જ અને સીટી બસ માટે લડી લેવાના જ મુડમાં છીએ.