તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર: એજન્ટોના સામ્રાજ્યથી ધમધમતી RTO કચેરી, લોકોમાં ભારે રોષ ફેલાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર: જામનગર શહેરની મધ્યમાં આવેલી આર.ટી.ઓ ઓફિસ હમેશા ચર્ચાના વિષયમાં અને વિવાદના વંટોળમાં ફસાતી હોય છે. હાલ છેલ્લા ઘણા સમયથી આ કચેરીમાં લોકોના કામ એજન્ટો વગર થતાં ન હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. ત્યારે દિવ્યભાસ્કર દ્વારા સ્થળ પર પહોચતા આ વાત સાચી સાબિત થતી જણાઈ હતી. શુક્રવારે આર.ટી.ઓ દ્વારા નવી સીરિઝ બહાર પાડવામાં આવી હતી તે સમયે ઘણા એવા લોકો હતા કે, જેમને પસંદગીના નંબર મળ્યા ન હતા.

એજન્ટો વગર લોકોના કામ નહીં થતાં હોવાની બુમરાણ

અન્ય પસંદગીના નંબર મેળવવા ગયેલા જામનગરના ગોકુલધામ સોસાયટીમાં રહેતા નીરવભાઈ ગોધાણીએ પસંદગીનો નંબર જીજે-10-સીએમ-9500 બૂક માથી મેળવ્યો હતો, અને પોતાના એક્સેસ બાઇકના ફોર્મમાં તેનો સિક્કો લગાવી પૈસા ભરવા ગયા હતા. તે દરમિયાન કોઈ એજન્ટ દ્વારા આ નંબર પોતાને જોઈતો હોવાનું જણાવતા આ જ નંબરનો સિક્કો ત્યાં હાજર કર્મચારી દ્વારા આ એજન્ટના ફોર્મમાં લગાવી દેવામાં આવ્યો હતો અને પૈસા પણ ભરાવી દેવામાં આવ્યા હતા. જ્યારે નિરવભાઈને આ નંબર ચાલ્યો ગયો હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આમ, એજન્ટોના સામ્રાજ્યથી ધમધમતી આર.ટી.ઓ કચેરીમાં અધિકારીઓ પણ એજન્ટોના કામને જ પ્રાથમિક્તા આપતા હોવાના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોના કામ સરળતાથી થાય તેવી માંગ ઉઠવા પામી હતી.

કામ થાય જ છે

સામાન્ય લોકોના કામ થાય છે. એજન્ટો વગર પણ રોજ બહોળી સંખ્યામાં પોતાનું કામ કરાવી જાય છે અને સંતોષ અનુભવે છે. એજન્ટો વગર કામ ન થતાં હોવાની વાત ખોટી છે. - ડી.જે. જાડેજા, આરટીઓ
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, બંને નંબર મને મળ્યા ન હતા....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો