ભાટિયા પીએચસીમાં દર્દીઓને હાલાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાટીયા: ભાટીયા ગામમા સ્થિત સરકારી પ્રાઈમરી હેલ્થ સેન્ટરમા ઈજા થયેલ હોય  ત્યારે ઘા પર લગાવવા માટે મલમપટી અને ટીંચર , ડ્રેસિંગ  વોટર તથા આ માટેની ઉપયોગી મલમો સહિતની પ્રાથમિક દવાઓનો જથ્થો પીએચસી સેન્ટરોમા ખલાશ થઇ જવાના કારણે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે.

ભાટીયા પ્રાથમિક સેન્ટરમા મેડીકલને લગતી પ્રાથમિક દવાઓ જેવીકે એન્ટીસેપ્ટીક ક્રીમ , ટીંચર , ડ્રેસિંગ વોટર ,  વગેરે  ખાલી થઈ જવાથી  પાટાપીંડી  ના દર્દીઓને ખાનગી  મેડીકલ સ્ટોર માંથી આ પ્રકારનો સામાન ખરીદવાની ફરજ પાડવામાં આવે છે. સરકારી દવાખાનામા દવા લેવા આવનાર દર્દીઓની આર્થીક  સ્થીતી નબળી હોવા છતા ઉપચાર દરમિયાન તેઓએ નાણા ખર્ચવા પડે છે.  હોસ્પીટાલીટીના નામે તંત્ર દર વર્ષે  કરોડો રૂપીયા વાપરે છે.સામે સરકારી હોસ્પીટલોની હાલત હમેશાથી ખરાબ જ રહેવા પામી છે.

 પ્રાથમીક સારવાર કેન્દ્ર પર ઇજાના પ્રાથમીક ઉપચાર માટેની જ વસ્તુઓ નથી. હાલના જીલ્લા પંચાયતના આરોગ્ય સમિતીના ચેરમેન જેતુબેન વિઠલભાઈ સોનગરા પણ આ જ ગામના હોવા છતા આરોગ્ય તંત્ર આ મુદે ગોબાચારી કરી રહયુ છે. અહી દવાઓ  હોવા છતા  સ્ટાફ મોટા ભાગે દવાઓ આપવાનો ઈનકાર કરે છે.

તાલુકા હેલ્થ ઓફિસરને ખબર નથીતાલુકા હેલ્થ ઓફિસર તીવારીએ જણાવ્યુ હતુકે હાલ હુ બહાર છુ. કેટલી દવાઓ છેકે નહી તેનુ માહિતી એકત્ર કરીને દર્દીઓને શુ કામ બહાર ધક્કા ખાવા પડે છે. તેની તલસ્પર્શી માહિતી એકત્ર કરી તપાસ કરવામા આવશે.
અન્ય સમાચારો પણ છે...