તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યનું બીજુ ‘સ્વચ્છ\' શહેર બન્યું જામનગર, હવે સિધ્ધિના સોપાન તરફ હાલાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર: મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત સમગ્ર ભારતમાં દરેક શહેર અને ગામને ઓપન ડેફીકેશન ફી (ખુલ્લામાં થતી શૌચક્રિયામાંથી મુકિત) બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સઘન રીતે હાથ ધરવામાં આવી છે તેના ભાગ તરીકે જામ્યુકો દ્વારા પણ જામનગર શહેર વિસ્તારને ઓપન ડેફીકેશન ફી બનાવવા ભગીરથ પ્રયાસ હાથ ધરયો છે. જેના અંિતમ ફળ સ્વરૂપે જામનગર શહેરને શનિવારે મીશન ડાયરેકટર, મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશન ગાંધીનગર દ્વારા ઓપન ડેફીકેશન ફી સીટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજયમાં સુરત પછી દ્રિતિય ક્રમે ઓડીએફ થયાનું માન જામનગર મહાનગરપાલિકાને મળ્યું છે.
સમગ્ર દેશમાં ચાલી રહેલા મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન હેઠળ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી

મહાનગરપાલિકાનાં મ્યુ. કમિશનર હર્ષદ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ આ હેતુસર સ્પેશ્યલ સેલની રચના કરવામાં આવી હતી જેમાં સીટી એન્જિનીયર શૈલેષ જોશી, 10 નાયબ ઇજનેર તથા વોર્ડ વાઇઝ 20 એન્જિનીયર્સની નિમણુંક કરી કેસ ટુ કેસ આ કામગિરીનું મોનીટરીંગ કરવામાં આવેલ છેલ્લા બે વર્ષમાં મહાનગરપાલિકા દ્વારા આ યોજના હેઠળ કુલ 15861 શૌચાલય સુવિધાઓ ઉભી કરી લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવેલ જેમાં સ્વૈચ્છીક સંસ્થાઓ/રજી. કાેન્ટ્રાકટર્સ દ્વારા 12699 શૌચાલય, લાભાર્થીઓ દ્વારા વ્યકિતગત રીતે 2040 શૌચાલય પૂર્ણ કરવામાં આવ્યા તથા 498 કુટુંબોને પે એન્ડ યુઝ ટોયલેટના ફી યુઝ માટે ફેમીલી પાસ ઇસ્યુ કરાયેલ ઉપરાંત 624 કુટુંબો માટે 10 સ્થળોએ મોબાઇલ ટોયલેટ ગોઠવી સુવિધા પુરી પાડવામાં આવેલ છે.

જામનગરને સ્વચ્છ બનાવવામાં તમામનો સહયોગ

આ ઉપરાંત 10 સ્થળોએ નવા પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવાનું અને 18 જુના પે એન્ડ યુઝ ટોયલેટનું રીનાવેશન પણ કરવામાં આવ્યા છે. આ યાેજનાની સફળતા માટે જામનગરની મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ડોર ટુ ડોર સર્વે, પત્રિકાઓનું વિતરણ, હાેડીગ બોર્ડ, પછાત વિસ્તારોમાં રીક્ષા દ્વારા પ્રચાર, લોકલ વર્તમાન પત્રો અને કેબલ ટીવી અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા અપીલ તથા શહેરી નાટકો દ્વારા સતત અને સઘન પ્રચાર ઝુંબેશ કરવામાં આવી હતી હાલ પણ 300 જેટલા વધુ શૌચાલય બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. આમ ગુજરાત રાજયમાં સુરત પછી દ્રિતિય ક્રમે ઓડીએફ થયાનું માન જામનગર મહાનગરપાલિકાને મળ્યું છે.
ઓ.ડી.એફ. જાહેર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી
ઓડીએફ જાહેર કરવાની પ્રક્રિયાના ભાગરૂપે શાળાઓના પ્રમાણપત્રો, સખી મંડળોના બાહેધરીપત્રો, વોર્ડ સભાઓ કરી મનપા દ્વારા સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરી દરેક વાેર્ડને ક્રમશ : ઓડીએફ જાહેર કરવા નોટિસ, પ્રસિધ્ધ કરી વાંધા સુચનો માંગવામાં આવેલ તથા તેના અમલ બાદ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા આ કામગિરી બાબતે કવોલીટી કંટ્રોલ ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા જામનગરની જાત સ્થળ તપાસ કરી તેનો અહેવાલ રાજય સરકારને સુપ્રત કરેલ હતો તથા રાજય સરકાર દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન પણ કરવામાં આવેલ આ અહેવાલના આધારે મીશન ડાયરેકટર મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશન દ્વારા જામનગર શહેરને ઓડીએફ જાહેર કરવામાં આવેલ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો