તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગડામાં ગુટખાને તિલાંજલી, વ્યસનમુક્તિની અનોખી પહેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: જામનગર તાલુકાના નાનાએવા ધ્રાંગડા ગામે ગુટખાને તીલાજંલી આપી વ્યસનમુકિતની એક અનોખી પહેલ કરી છે.ગ્રામજનોના સહકારથી ગામમાં છેલ્લાં 17 વર્ષથી ગુટખાના વેંચાણ અને સેવન પર પ્રતિબંધ મૂકી સમાજને ખરા અર્થમાં એક નવો રાહ ચિંધ્યો છે.

તમાકુના વ્યસનના કારણે દર વર્ષે હજરો લોકો મૃત્યુ પામે છે છતાં તમાકુનું સેવન કરતા લોકોની સંખ્યા ઘટવાને બદલે ચિંતાજનક રીતે વધી રહી છે.આ સ્થિતિમાં જામનગર તાલુકાના 2700ની વસ્તી ધરાવતા ધ્રાંગડા ગામે વ્યસનમુકિતની એક મિસાલ પૂરી પાડી છે.ગામમાં વર્ષ-2000થી ગુટખાના વેંચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. ગુટકાના સેવનથી થતાં કેન્સર સહીતના જીવલેણ રોગ થતાં હોય તથા ગામના નાના બાળકો અને યુવાનોમાં આ વ્યસનની કુટેવ ન પડે તેવા એકમાત્ર શુભ ઉદેશથી  સરપંચ,ઉમા યુવા મંડળના કાર્યકરોએ ગામમાં ગુટખાનું વેંચાણ કરતા 15 જેટલા દુકાનદારોને સમજાવ્યા હતાં.

આ બાદ ગ્રામજનો, દુકાનદારોના સહયોગથી ગ્રામપંચાયતે ગામમાં ગુટખાના વેંચાણ પર તા.13/7/2000ના રોજ પ્રતિબંધ ફરમાવી વ્યસન મુકિતનો અનોખો સંકલ્પ કરી સમાજને એક અનેરૂં ઉદાહરણ પુરૂં પાડયું છે.ત્યારથી લઇને ગામમાં ગુટખાનું વેંચાણ બંધ થયું છે. આટલું જ નહીં ગ્રામજનો અને દુકાનદારોએ ગામમાં ગુટખાનું વેંચાણ ન કરવાના શપથ પણ ગ્રહણ કર્યા હતાં.આ ભગીરથ કાર્ય માટે ગામના સરપંચ રમેશભાઇ કણસાગરા,યુવા આગેવાન રમણીકભાઇ ગડારા તથા ઉમા યુવા મંડળના કાર્યકરો તેમજ સમસ્ત ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.

ગુટખાના વેચાણ સબબ દંડ પેટે ગૌશાળામાં રૂ.500નું અનુદાન : ગ્રામ પંચાયતની પહેલ

ધ્રાંગડા ગામમાં ગુટખાના વેંચાણ પર ગ્રામજનોની સંમતિથી ગ્રામપંચાયતે પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે જો ગુટખાનું વેંચાણ કરવામાં આવે તો દંડ પેટે ગૌશાળામાં રૂ.500નું અનુદાન કરવાનું  ઠરાવાયું છે.

ધ્રાંગડા ગામે વર્ષ-2000માં પ્રતિબંધ સમયે ગુટખાની હોળી કરવામાં આવી હતી

ધ્રાંગડા ગામે વર્ષ-2000માં જયારે ગ્રામજનો અને દુકાનદારોના સહયોગથી વ્યસનમુકત સમાજ બને તે ઉદેશથી ગુટખા પર સર્વાનુમતે પ્રતિબંધ ફરમાવામાં આવ્યો તે સમયે ગામની દુકાનોમાં જેટલા ગુટખા હતા તે તમામ એકત્ર કરી ગામના ચોકમાં તેની હોળી કરાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...