• Gujarati News
  • After Rain The Dirt, Debris And Mud Kicadanam Empire Pandemic Threat

વરસાદ બાદ શહેરમાં ગંદકી, કચરો અને કાદવ કીચડનાં સામ્રાજ્યથી રોગચાળાની ભીતિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા વરસાદના પગલે તંત્રની પોલ છતી થઇ
- કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતા દ્વારા આવેદનપત્ર પાઠવાયું

જામનગર : મહાનગરપાલિકાના પટાંગણથી શરૂ કરીને સીમાંકનમાં બતાવ્યા મુજબ જામનગરની હદે..હદે.. વાયવ્ય ખૂણાથી શરૂ કરીને જયાં જાઓ ત્યાં ગંદકીના ગંજ ખડકાયેલા પડયા છે જયાં જયાં નજર પડે છે અને રબડી રાજ છે...!

સફાઇ કામદારોનો પુરતો સ્ટાફ નથી, કરોડો રૂપિયાના કોન્ટ્રાકટરો ડોર ટુ ડોર કચરો ઉધરાવવાના અપાયા પરંતુ કંપની કે તેના માણસો નજરે ચડતા નથી કયાંય કોઇ ફરતું જ નથી..! ચાર છાંટા વરસાદના પડતાં આખું શહેર (પદાધિકારીઓ-અધિકારીઓની એસી ચેમ્બરો સિવાય) ગંદકીની બદબૂથી ઘેરાયેલું છે લોકો ત્રાહીમામ છે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ પી.સી. ખેતિયા કોર્પોરેશનના વિપક્ષ નેતા આનંદ ગોહિલ તથા દંડક અતુલ ભંડેરી, ઉપનેતા દેવશીભાઇ આહિરે જણાવી મ્યુ. કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

અંધેરી નગરીમાં પણ કોઇક રાજા હોય..! પરંતુ જામનગર મહાનગરમાં સતાધીશો ચોકઠાં ગોઠવવામાં વહીવટમાં વ્યસ્ત હોય તેમ ઘણીધોરી વગરનું રામભરોસે ભાસે છે તેવો આક્ષેપ કરીને ઉમેરાયું છેકે, ગુજરાત રાજયના સ્થાપના કાળથી નિયમ છે કે વિકાસના કામો 31મી મે સુધીમાં પૂર્ણ થઇ જાય અથવા તો લોકોને મુશ્કેલી ન પડે તે રીતે સેઇફ સ્ટેજે સલામત કક્ષાએ પહોચાડી દો પરંતુ જામનગરના સતાધીશો કાયદા, નિયમોની તો ઠીક લોકોનો હેરાન ગતિની પણ ઐસીકી તૈસી કરી ચોમાસમાં પણ કામ ચાલુ રાખે છે.
શહેરના અમુક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઇ જતાં ત્યાં ખાડા થઇ ગયા હતાં અને તેમા પાણી ભરાતા લોકોને ત્યાથી પસાર થવંુ મુશ્કેલ થતંુ હોય ત્યારે અમુક વિસ્તારોમાં બાઇક ચાલકો આવા ખાડાની અંદર ખાબકતા શહેરીજનોમાં તંત્ર વિરૂધ્ધ ભારે રોષ ભભૂકયો હતો જેને કોંગીઓ દ્વારા ઝીલી લઇ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
- ભૂગર્ભના જાેખમી ખાડાં

ગમે ત્યાં ભૂગર્ભના ખોદાણ, નળના ખાડા, રસ્તાની ખાઇઓ ખોદીને પોતાની અણઆવડત લોકો તરફની ધોર ઉપેક્ષા ખુલ્લે આમ પ્રદર્શિત કરે છે ! વિકાસનો વિરોધ કદાપિ ન હોય શકે પરંતુ જલ્દી વહીવટ કરી લેવા..! લોકો માટે વિકાસ છે વિકાસ માટે લાેકો નથી જ એ ભૂલી જનારને જનતા માફ નહી કરે..! નિયમિત સફાઇ થતી નથી, ગટરો સાફ ન થવાથી ઉભરાય છે, વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા કે આયાેજન નથી, હા પ્રિ મોન્સુન કામગીરીમાં લાખો રૂપિયા વપરાઇ ચુકયા હશે જ...!