જામનગરમાં યુવક પર પ્રેમિકાના પરિવારજનો દ્વારા ખૂની હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર

 

જામનગર: જામનગરમાં કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટીમાં રહેતો મોસીન મજીદભાઇ મીઠવાણી (ઉ.વ.23) બુવધવારે સવારે 11 વાગ્યે પોતાનું બાઇક ચલાવીને જામનગર રાજકોટ હાઇવે પર સીએનજી પંપ પાસે જતો હતો ત્યારે સમીર અસરફ ગાભા અને તેના પિતા અસરફ ગાભા ત્યાં ધસી ગયા હતા. બંને શખ્સોએ મોસીન પર લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો.


અચાનક હુમલો થતાં મોસીન સ્થળ પર ઢળી પડ્યો હતો અને તેણે બુમાબુમ કરતાં હુમલાખોરો નાસી ગયા હતા. ઘટનાને પગલે એકઠા થઇ ગયેલા લોકોએ મોસીનને લોહીયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, મોસીનને અસરફની પુત્રી સાથે અગાઉ પ્રેમ સંબંધ હતા અને તે બાબતનો ખાર રાખી મોસીન પર પ્રેમિકાના પિતા-ભાઇએ હુમલો કર્યો હતો.


મોસીન બાઇકમાં હવા ભરાવવા જતો હતો ત્યારે હુમલાખોરો ત્યાં પહોંચી ગયા હતા. પોલીસે મોસીનની ફરિયાદ પરથી હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...