દેશભક્તિ / જામનગરના મેમાણા ગામના દરેક ઘરમાંથી એક સભ્ય સૈન્યમાં છે

અશોકસિંહની યાદમાં બનાવેલું સ્મારક
અશોકસિંહની યાદમાં બનાવેલું સ્મારક

  • લાલપુરના મેમાણાનો જવાન અશોકસિંહ કારગિલ યુદ્ધમાં શહીદ બન્યાની ઘટના ગામના અન્ય યુવાનો માટે બની પ્રેરણારૂપ

Divyabhaskar.com

Feb 11, 2019, 03:02 AM IST

લખન કંડોરિયા, જામનગર: જામનગરથી 35 કિમી દૂર લાલપુર તાલુકાનું 1500ની વસ્તીવાળું મેમાણા ગામ દેશદાઝની અનોખી મિસાલ પૂરી પાડે છે. ગામના યુવાન અશોકસિંહ ગોવુભા જાડેજા કારગીલ યુદ્ધમાં દેશની રક્ષા કરતાં સૌ પ્રથમ શહીદ થયા હતા. આ ઘટના બાદ જાણે મેમાણાના દરેક પરિવારે દેશની રક્ષા કરવાની નેમ લીધી હોય તેમ ગામના નવલોહીયા હોંશભેર સૈન્યમાં જોડાય રહ્યા છે. આજે ગામના અંદાજે 45 જેટલા યુવાનો દેશની સુરક્ષા કરવા અલગ અલગ પાંખમાં જોડાયેલા છે. શહીદ અશોકસિંહ જાડેજા પણ તેમના પિતા ગોવુભાના પગલે લશ્કરમાં જોડાયા હતા અને સરહદ પર લડતાં શહીદ થયા હતા.

યુવાનોને દેશભક્તિનો અનોખો સંદેશ

અશોકસિંહના પગલે ગામના અનેક યુવાનો આજે પાોલીસદળ,નેવી, એરફોર્સ, સીઆરપીએફ, આર્મી તેમજ ડેપ્યુટી કલેક્ટર કે મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ માટે કંઇક કરી છૂટવાની ભાવના સાથે લશ્કરની ભરતી પ્રક્રિયામાં ગામના નવલોહીયા યુવાનો જોડાઇ રહ્યા છે. શહીદ અશોકસિંહની યાદમાં મેમાણામાં સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. જ્યારે લાલપુરમાં શહીદવન ગાર્ડન પણ બનાવાયું છે. ગામમાં આવેલી પ્રાથમિક શાળાને પણ સ્વ. અશોકસિંહના નામથી જ ઓળખવામાં આવે છે. મેમાણા ગામ આજના યુવાનોને દેશભક્તિનો અનોખો સંદેશ આપી રહ્યું છે.

રજા પર આવેલા જવાનો ગામના યુવાનોને તાલીમ આપે છે

ગામના જેટલા પણ યુવાનો સૈન્યના અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા યુવાનો લશ્કમાંથી રજા મળે ત્યારે વતન (મેમાણા)માં આવે છે.જે સમયે ગામના અન્ય યુવાનોને આર્મીમાં જોડાવા માટે ટ્રેનીંગ અને માર્ગદર્શન પુરૂ પાડે છે.અને ગામના યુવાનો પણ લશ્કરમાંથી પરત ફરે તેની આતુરતાથી રાહ જોતા હોય છે. - રાજપાલસિંહ જાડેજા, શહીદવીર અશોકસિંહના ભાઇ

દેશની સેવામાં ગામના યુવાનો

* પોલીસદળ- 15
* નેવી- 02
* એરફોર્સ- 01
* સીઆરપીએફ- 03
* આર્મી- 25
* ડે.કલેક્ટર, મામલતદાર- 03

X
અશોકસિંહની યાદમાં બનાવેલું સ્મારકઅશોકસિંહની યાદમાં બનાવેલું સ્મારક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી