ઉઠાંતરી/ 2 વાગ્યે જન્મેલી બાળકીને 4 વાગ્યે ઊઠાવી જનાર યુવતી રાત્રે 9 વાગ્યે લઘુશંકાના બહાને એક મહિલાને સોંપી ફરાર

DivyaBhaskar.com

Dec 08, 2018, 02:22 AM IST
7 કલાક બાદ માતા-પુત્રીનું મિલન
7 કલાક બાદ માતા-પુત્રીનું મિલન
યુવતી સીસીટીવી કેમેરામાં કેદ
યુવતી સીસીટીવી કેમેરામાં કેદ
Jamnagar J J hospital baby stolen by nuresh

*જામનગરની જી.જી. હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ શહેરનું સમગ્ર પોલીસતંત્ર હરકતમાં આવ્યું અને સુખદ અંત આવ્યો

*ચાર વાગ્યે ઊઠાવી જવાયેલી બાળકીને પોલીસે સાત કલાકમાં શોધીને માતા સાથે મિલન કરાવ્યું હતું.

*હોસ્પિટલમાંથી માત્ર ગણતરીની સેકન્ડમાં યુવતી બાળકી લઈને ફરાર થઈ તે CCTVમાં કેદ થઈ ગઈ હતી.

જામનગરઃ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં શુક્રવારના સમી સાંજે નવજાત બાળકીને દાદી પાસેથી યુવતી ઇન્જેક્શન દેવા માટે ફોર્મમાં સહી કરવાના બહાને ઉઠાવી રફૂચક્કર થઇ ગઈ હતી. માત્ર 2 કલાકની બાળકીને એપ્રોન પહેરીને આવેલી યુવતી ગણતરીની મિનિટોમાં અપહરણ કરી જઈ રિક્ષામાં ફરાર થઈ જતાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. દરમિયાન જામનગર પોલીસે શહેરમાં નાકાબંધી કરતા બાળકી લઈને નાસી છૂટેલી યુવતી ખોડિયાર મંદિર પાસે પહોંચી હતી જયાં એક મહિલાને બાળકી સોંપી લઘુશંકા કરીને આવું છું તેમ કહી ફરાર થઈ ગઈ હતી.

આ અંગેની પોલીસનેક જાણ થતાં બાળકીનો કબજો લઈ માતા સાથે મિલન કરાવ્યું હતું. જામનગર શહેરની જી.જી. હોસ્પિટલમાં શુક્રવારના સવારે શંકર ટેકરીમાં રહેતા અને મજૂરી કરતા અફઝલ બ્લોચ નામના યુવાનની પત્ની સુહાનાબેનને પ્રસૂતિ પીડા ઉપડતા સવારે 10 વાગ્યે દાખલ કરવામાં આવી હતી. જેને 2 વાગ્યે એક બાળકીને જન્મ આપ્યો હતો. ચાર વાગ્યાના સુમારે બાળકીને ઇન્જેકશન આપવા માટે ફોર્મમાં સહી કરાવવાનું કહી અજાણી યુવતી બાળકીને દાદી પાસેથી લઇને ભાગી છૂટી હતી. આ યુવતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તે દિશામાં જ પોલીસે તપાસ શરુ કરી છે અને રાત્રે 9 કલાકે સમગ્ર ઘટનાનો સુખદ અંત આવ્યો હતો.

X
7 કલાક બાદ માતા-પુત્રીનું મિલન7 કલાક બાદ માતા-પુત્રીનું મિલન
યુવતી સીસીટીવી કેમેરામાં કેદયુવતી સીસીટીવી કેમેરામાં કેદ
Jamnagar J J hospital baby stolen by nuresh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી