જામનગરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૈત્ર શુકલ પ્રતિપદા એ ભારતીય કાલ ગણનાનો પ્રથમ દિવસ છે. આ દિવસથી નવા વર્ષ, નવરાત્રી વગેરેનો આરંભ થાય છે અને સંઘમાં ઉજવવામાં આવતા મુખ્ય છ ઉત્સવ પૈકી પ્રથમ ઉત્સવ એટલે વર્ષ પ્રતિપદા. આ શુભદિવસે આદ્ય સરસંઘચાલક પૂ. ડોકટર સાહેબની જન્મ જયંતિ પણ છે. ત્યારે શહેરના સંઘકાર્યને નવા વર્ષમાં સારી ગતિ આપવા તથા સ્વયંસેવક તરીકે આપણે વધુ કાર્ય કરીએ એવો સંકલ્પ સાધવાના હેતુથી સાંજે 4.30 વાગ્યે શાળા નં. 31 દિગ્જામ સર્કલ પાસેથી સફેદ શર્ટ, ગણવેશનું પેન્ટ, ટાેપી, દંડ સાથે પ્રતિપદા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તસવીર - હસીત પોપટ

અન્ય સમાચારો પણ છે...