તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવતીનો વીડિયો ઉતારી દુષ્કર્મ કરનારની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળીયાની પરીણીત યુવતિનો નિર્વસ્ત્ર વીડિયો ઉતારી વહેતો કરી દેવાની ધમકી આપી દુષ્કર્મમાં સાયબર સેલે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

ખંભાળીયામાં રહેતી પરીણીત યુવતિનો સગીરાવસ્થામાં જ અનિલ નામના શખ્સ સાથે સંપર્ક થયો હતો. ત્યારે ન્હાતી વેળાનો નિર્વસ્ત્ર વીડિયો ઉતારી વહેતો કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતુ.ત્યારબાદ સગીરા પુખ્ત થતા તેના લગ્ન થયા હતા. જોકે, આમ છતા અનિલે તેનો કોઇપણ રીતે સંપર્ક સાધી અગાઉના વિડીયો-ફોટા વહેતા કરી દેવાની ધમકી આપી તેના પતિને મોકલાવી ચારીત્રહિનતાનુ આળ મુકી પતિને છોડી પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપ્યાની ફરીયાદ ખંભાળીયા પોલીસમાં નોંધાઇ હતી. પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.જેમાં સાયબર સેલે આરોપી અનિલને ગણતરીના કલાકોમાં પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...