તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નામનિર્દેશ વગર જ લટકતા દિશાસૂચક બોર્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર મહાનગર પાલિકાની અતિ આધુનિક કચેરી પાસે ભીડભંજન મહાદેવ મંદિરથી તળાવની પાળ તરફ જતા સ્પોટર્સ સંકુલવાળા રોડ પર લગાવાયેલો દિશાસુચક બોર્ડ જ બેહાલ હાલત જોવા મળે છે.ત્યારે નામ માત્રનો આ દિશાસુચક બોર્ડ તરફ તંત્ર કયારે લક્ષ આપશે?એવો સવાલ શહેરીજનોમાં ઉઠવા પામ્યો છે. તસવીર - : હસીત પોપટ

ભરબપોરે બે કલાકમાં જ કસબ અજમાવી તસ્કર નાસી ગયા
મોટીખાવડીમાં ખાનગી કંપનીની ઇમારતના 18 રૂમમાંથી નળ-ફુવારાની ચોરીની ફરિયાદ
ભાસ્કર ન્યુઝ|જામનગર

જામનગર નજીક મોટી ખાવડીમાં ખાનગી કંપનીની બિલ્ડીંગના બીજા માળે અઢાર રૂમમાં પ્રવેશીને તસ્કર નળ,ફુવારા સહિત રૂ.23,200ની માલમતા ચોરી કરી ગયાનો બનાવ બહાર આવ્યો છે.ભરબપોરે માત્ર બે કલાકમાં જ કસબ અજમાવીને રફુચકકર થયેલા તસ્કરને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

મોટી ખાવડી પાસે ખાનગી કંપનીના કર્મચારીઓની વસાહત મિલેનીયમ પ્લાઝા બિલ્ડીંગમાં તા.8ના બપોરે બીજા માળે કોઇ તસ્કર અઢાર રૂમમાં તાળા તોડી 32 નળ,07 ફુવારા અને 39 ફલસ સહિત રૂ.23,200ની મતા ચોરી કરી લઇ ગયાનો બનાવ બન્યો છે.

ચોરીના આ બનાવની બિલ્ડીંગના પ્રબંધક ભરતસિંહ અમરસિંહ ઝાલાએ જાણ કરતા મેધપર પોલીની ટીમ તાકીદે ઘટનાસ્થળે દોડી ગઇ હતી.આ ચોરીનો બનાવ બપોરે એક વાગ્યાથી ત્રણ વાગ્યા દરમ્યાન બન્યો હોવાનુ બહાર આવ્યુ છે.ઉપરોકત તસ્કરીના આ બનાવમાં એકથી વધુ શખ્સો સંડોવાયેલા હોવાની આશંકા પણ જાણકાર સુત્રો દર્શાવી રહયા છે.આ બનાવની ભરતસિંહની ફરીયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તસ્કરને પકડી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.માત્ર બે કલાકમાં સતત ધમધમતા વિસ્તારમાં તસ્કરો કળા કરી ગયાના આ બનાવે ખાવડી પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...