તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રને RTOના નિયમ પાલનનો પાઠ કોણ ભણાવશે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરની કાર

ભાસ્કર ન્યુઝ.જામનગર

સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર જુના વાહનો અને નવા વાહનોમાં હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ ફરજિયાત કરવામાં આવી છે.જુના વાહનચાલકોએ આરટીઓ અથવા તો માન્ય ડિલર પાસે નંબર પ્લેટ લગાવવની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી છે.નંબરપ્લેટ લગાવવામાં લોકજાગૃતિના અભાવને કારણે સરકાર દ્વારા ત્રણ વખત આખરી મુદ્દત લંબાવાઇ છે.છતા પણ હજું સરકારી વાહનોમાં હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવાની તસ્દી લેવાઇ નથી.સરકારી વાહનોમાં તંત્રની આળસ અને બેદરકારીના કારણે જુની નંબર પ્લેટ જોવા મળી રહી છે. સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર વર્ષ 2012થી વાહનોમાં હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ ફરજિયાત કરી છે.જે આદેશ અનુસાર તમામ આરટીઓ કચેરી દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે.સરકારી વસાહતો અને સોસાયટીમાં પણ આરટીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.પરંતુ આ નિયમોને હજુ ખૂદ સરકારી વાહનો જ ગાઠી રહ્યા નથી.સરકાર દ્વારા ત્રણ વખત મુદ્દત લંબાવાઇ હોવા છતા જામનગરમાં ફાયર સ્ટેશશના વાહનો અને અન્ય સરકારી વાહનો તેમજ ડે.કમિશ્નરની કારમાં અને દ્વારકા ફાયરની ગાડીમાં જુની નંબરપ્લેટો જોવા મળી રહી છે.હજુ સુધી સરકારી તંત્રએ હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાની તસ્દી ન લેતા સરકારી તંત્રમાં આળસ ઉડી નથી.તો બીજી બાજુ જિલ્લામાં હજુ 40000 જેટલા વાહનોમાં હાઇ સિક્યરિટી નંબર પ્લેટ લગાવવાની બાકી છે.

દ્વારકા નગરપાલિકાનું ફાયર ફાઇટર

જામનગર ફાયર બ્રિગેડની જીપ

મુદ્દત પૂર્ણ થયા બાદ કાર્યવાહી
સરકાર દ્વારા હજુ આખરી તારીખ 31 મે કરવામાં આવી છે. જે તારીખ બાદ જે વાહનોમાં જુની નંબર પ્લેટ હોય તેના પર કાર્યવાહી કરવાની થશે.પરંતું મુદ્દત પહેલા હાઇ સિક્યરીટી નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે. કે.જે.જાડેજા, આર.ટી.ઓ.અધિકારી, જામનગર

જામનગર ફાયરની કાર

RTOમાં નંબર પ્લેટ માટે અરજી કરી છે
દ્વારકા નગરપાલિકાના જેટલા વાહનોમાં હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાની બાકી છે.તેમજ ફાયરના વાહનોમાં પણ બાકી છે.તે તમામમાં હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ માટે આરટીઓમાં અરજી કરવામાં આવી છે.ટુંક સમયમાં જ તમામ વાહનોમાં નંબર પ્લેટ લાગી જશે. સીબી.ડોડીયા, ચીફ ઓફિસર, દ્વારકા નગરપાલીકા

અન્ય સમાચારો પણ છે...