તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાર પંથકમાં રવિ પાકમાં ઘઉંનું કુલ 57,841 હેક્ટરમાં વાવેતર કરાયુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓણસાલ હાલાર પંથકમાં પુરતા પ્રમાણમાં વરસાદ થતા સિંચાઇ માટે પુરતી વ્યવસ્થા હોવાથી ખેડુતોએ નોંધપાત્ર રવિપાકમાં ઘઉંનુ વાવેતર કર્યું છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 14882 હેક્ટરમાં અને જામનગર જિલ્લામાં 42959 હેક્ટરમાં ધરતીપુત્રોએ ઘઉંનુ વાવેતર કર્યું છે.ત્યારે હાલારમાં કુલ 57841 હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે.

ચાલુ વર્ષે પાછતરો વરસાદ વધુ થતા ખેડુતોને પાકમાં વ્યાપક નુકશાની પહોંચી હતી.ત્યારે પુરતા પ્રમાણમાં વરસાદ થતા ખેડુતોને ઓણસાલ સિંચાઇની પુરતી વ્યવસ્થા હોવાથી ઘઉંનુ વાવેતર કરવા પ્રેરાયા છે.જો કે,ગત વર્ષે જામનગર જિલ્લામાં પાણીની તંગી હોવાથી માત્ર 1713 હેક્ટરમાં જ ઘઉંનુ વાવેતર થયું હતું.જ્યારે ચાલુ વર્ષે પુરતા પ્રમાણમાં વરસાદ થતા ખેડુતોએ 42952 હેક્ટરમાં ઘઉંનુ વાવેતર કર્યું છે.જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ 14882 હેક્ટરમાં ઘઉંનુ વાવેતર નોંધાયું છે.જો કે,આ વર્ષે ઘઉંના પણ ઉંચા ભાવ મળવાની આશાએ ખેડુતોએ ઘઉંનુ વધુ વાવેતર કર્યું છે.જામનગર જિલ્લામાં કુલ 108847 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે.તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 155497 હેક્ટરમાં કુલ રવિપાકનું વાવેતર થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો