તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિષ્ણુ સંવત્સર મહાયજ્ઞ અભિયાન યોજાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાલાવડના મુળીલામાં આવેલા દાણીધારધામમાં આશરે 350 વર્ષ જુની શ્રીનાથજી દાદાની જગ્યામાં ધર્મોત્સવનું આયોજન કરાયું છે. 365 દિવસ વિષ્ણુ સત્સંગ મહાયજ્ઞ પૂર્ણાહુતિ તથા સંત બ્રહ્મલીન ઉપવાસી બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા 51 કુંડી યજ્ઞ, સાધુ સંતોની પધરામણી, સત્સંગ સભાના ધાર્મિક કાર્યક્રમોનું છ દિવસનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સંતો-મહંતો, રાજકારણીઓ સહિત ભકતો ઉમટી પડયા હતાં. શ્રીનાથજી દાદા સહિત 13 જીવતા સમાધી સ્થળ અને 500 ગાયો માટેની ગૌશાળા આવેલી છે.

દાણીધારધામમાં છ દિવસીય ધર્મોત્સવનું આયોજન દાણીધારના પ્રમુખ દિપસીંહ ભાટીના અધ્યક્ષ સ્થાને, ટ્રસ્ટી મંડળ દ્વારા 51 કુડી યજ્ઞ દાણીધાર ધામનું આયોજન સવંતત્સર વિષ્ણુ યજ્ઞ તથા સાધુ-સંતોની ધર્મ સભાનું આયોજન કરાયું હતું. જેમાં મહંત સુખદેવદાસ બાપુ, ધર્મસભા અધ્યક્ષ સ્થાને સંત લાલબાપુએ વ્યસન મુકિત અન્ય દુષણોથી તથા દાણીધારના ઇિતહાસ વિશે પ્રવચન આપ્યું હતું. અંદાજીત 2 લાખથી ઉપરના ભકતો સહિત જોડાયા હતાં અને છ દિવસ માટે ભકતોની ભોજનની વ્યવસ્થા કરાઇ હતી તેમ શિવુભા ભાટી દ્વારા જણાવાયું હતું.

કાર્યક્રમમાં અનેક શહેરોમાંથી સંતો-મહંતો સહિત ગોપાલભાઇ અકબરી, જમનભાઇ તારપરા, ગાંડુભાઇ ડાંગરીયા, ગાેવિંદભાઇ પટેલ, પ્રવિણભાઇ માકડીયા, મેઘજીભાઇ ચાવડા, કરશનભાઇ સાગઠીયા, આજુબાજુના ગામના સેવકો અને ભકતો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો