તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરા અસમાધાન યોજના|4 મહિનામાં ફકત 375 અરજી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરકારા દ્વારા જીએસટી અમલીકરણ પૂર્વેના બાકી વેરાની વસૂલાત માટે વેરા સમાધાન યોજના શરૂ કરવામાં આવી હતી.હાલારમાં 1013 વેપારી પાસેથી જીએસટીના અમલીકરણ પૂર્વેના 2059 કરોડની વેરાની વસૂલાત બાકી હોવા છતાં ચાર મહિનામાં ફકત 375 અરજી આવતા સમાધાનને બદલે અસમાધાનનું ચિત્ર ઉપસતા યોજનાનો ફિયાસ્કો થયો છે.

જીએસટી અમલીકરણ પૂર્વેના બાકી વેરાની વસૂલાત માટે સરકારે 15 સપ્ટેમ્બરથી વેરા સમાધાન યોજના શરૂ કરી હતી.આ યોજના પ્રથમ 15 નવેમ્બર સુધી ચાલવાની હતી.પરંતુ ઓનલાઇન અરજીમાં ધાંધિયા,અટપટી ગણતરી સહિતની સમસ્યાના કારણે નબળો પ્રતિસાદ મળતાં આ યોજના 10 જાન્યુઆરી સુધી લંબાવામાં આવી હતી.આ યોજના અંતર્ગત ગુજરાત વેચાણવેરા કાયદો,ગુજરાત મૂલ્યવર્ધિત વેરા અધિનિયમ,ધી મુંબઇ સેલ્સ ઓફ મોટર સ્પીરીટ ટેકસેસન એકટ,ગુજરાત પરચેઝ ટેકસ ઓન સુગરકેન એકટ,કેન્દ્રીય વેચાણવેરા કાયદો,એન્ટ્રી ટેકસ કાયદો 6 પૈકી કોઇ એક અથવા વધુ કાયદા અન્વયે કોઇ એક અથવા વધુ વર્ષ માટે લેણાં(વેરો તથા લાગુ પડતા વ્યાજ તથા દંડ સહિત)બાકી હોય અથવા પડતર કાર્યવાહી જેવી કે એસેસમેન્ટ,રીએસેસમેન્ટ,રીવીઝન,અપીલના અનુસંધાને ભવિષ્યમાં આવા લેણા ઉપસ્થિત થવાની સંભાવના હોય તેવા તમામ કિસ્સામાં લાભનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 1013 વેપારી પાસેથી જીએસટીના અમલીકરણ પૂર્વેના રૂ.2059 કરોડની વસૂલાત બાકી છે.આથી આ યોજનાનો વધુ વેપારીઓ લાભ લે તે માટે વેટ વિભાગ દ્વારા શહેર અને જિલ્લાના તાલુકા મથકોએ સેમિનારનું આયોજન કરી યોજના જાણકારી આપવામાં આવી હતી.આમ છતાં ચાર મહિનામાં ફકત બંને જિલ્લામાંથી ફકત 375 અરજી આવતા વેરા સમાધાન યોજનાના ફિયાસ્કાની સ્થિતિ સર્જાઇ હતી.

અપીલ પેન્ડિંગ રહેતા યોજનામાં અરજી ઓછી
હાલારમાં 1013 વેપારી પાસેથી જીએસટી અમલીકરણ પૂર્વેના રૂ.2059 કરોડના વેરાની વસૂલાત બાકી છે,ત્યારે વેરા સમાધાન યોજનામાં મુદત પૂર્ણ થતાં બંને જિલ્લામાંથી 375 અરજી આવી છે.વેરો બાકી હોય તેવા મોટાભાગના વેપારીઓની અપીલ પેન્ડીંગ હોય સમાધાન યોજનામાં અરજી ઓછી આવી હોવાનું વેટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

યોજનાને નબળા પ્રતિસાદ માટે જાગૃતિનો અભાવ
 વેરા સમાધાન યોજના અંગે બાકીદારોમાં જાગૃતિના અભાવની સાથે યોજનામાં ચોખ્ખો લાભ મળતો હોવા છતાં વેપારીઓ પાસે બાકી વેરો ભરવા નાણાં ન હોવાથી તથા કરવેરા સલાહકારોની કામની વ્યસ્તતાને કારણેયોજનાને નબળો પ્રતિસાદ સાંપડયો છે.કે અક્ષત વ્યાસ, કોર્મશીયલ ટેકસ પ્રેકટીર્શ્સ એસોસીએશન પ્રમુખ

યોજનાની હાઇલાઇટ્સ
--એક કરતા વધુ આદેશ પૈકી કોઇ એક આદેશ માટે આ યોજનાનો લાભ

--માલની હેરફેર કર્યા વગર ફકત વેંચાણ બીલો ઇસ્યુ કરેલા હોય તેવા કેસમાં ભરેલો વેરો જપ્ત થયો હોય,વેરા જેટલી રકમનો દંડ હોય તેવા કિસ્સામાં યોજનાનો લાભ નહીં

--ફકત દંડનીય આદેશો કરેલા હોય તેવા કિસ્સામાં યોજનાનો લાભ નહીં

--ભાગેડુ જાહેર કરેલી વ્યકિતઓને આ યોજનાનો લાભ નહીં

--ટ્રીબ્યુનલ,કોર્ટમાં અપીલ કરી હોય તો માંગણું સ્વીકારી યોજનાનો લાભ મળવાપાત્ર હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો