તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરફોર્સમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી, વાહનોનું નિદર્શન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર વાયુસેના મથકમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ તકે વાયુસેના મથકમાં જુદા જુદા વાહનોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.ઉજવણી કાર્યક્રમમાં વાયુસેના મથકના એઓસી એમ.એસ.દેસવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધુ છે.મોટાભાગના વાહનચાલકોને વાહનની ટેકનોલોજી,ડીઝાઇન અને સ્પીડની જાણકારી હોતી નથી.આથી માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુનું પ્રમાણ ઘટે તે માટે વાહન ચાલવતી વખતે શું શું તકેદારી રાખવી તથા પર્યાવરણની સલામતી પણ જળવાઇ રહે તે હેતુથી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.તેઓએ માર્ગ પર વાહન ચલાવતી વખતે તકેદારી રાખવા વાયુસેનાના જવાનો અને શહેરીજનોને અનુરોધ કર્યો હતો. તસ્વીર : હસીત પોપટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો