તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવેલી બે દિવસની ખાસ ઝુંબેશમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા 4968 ફોર્મ આવ્યા હતાં. બે દિવસની ખાસ ઝુંબેશમાં સુધારા,નામ કમી સહીત કુલ 7486 ફોર્મ ભરાયા હતાં.

જામનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.23 અને 24 ફેબ્રુઆરીના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ ઝુંબેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મતદાર યાદીની આખરી પ્રસિધ્‍ધિ બાદ બાકી રહી ગયેલા લાયકાત ધરાવતા મતદારોએ નામ ઉમેરવા,નામ કમી, ફોટો-વિગતો સુધારવા, સ્થળ ફેરફાર માટે ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.બે દિવસની ખાસ ઝુંબેશમાં જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા 4968 ફોર્મ ભરાયા હતાં.જયારે મૃત્યુ અને સ્થળાતંરના કિસ્સામાં નામ રદ કરવાના ફોર્મ નં.7,નામ,સરનામા અને ફોટામાં સુધારો કરવાના ફોર્મ નં.8 અને વિધાનસભા વિસ્તારમાં એક જગ્યા પરથી બીજી જગ્યા પર સ્થળાતંરના ફોર્મ નં.8-ક મળી કુલ 2518 ફોર્મ ભરાયા હતાં.આમ બે દિવસની ઝુંબેશમાં કુલ 7486 ફોર્મ આવ્યા હતાં.ખાસ ઝુંબેશ દરમ્યાન અમુક સ્થળો પર બુથમાં અધિકારીઓની ગેરહાજરી, બુથ બંધની ફરિયાદો પણ લોકોમાં ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો