તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરની સ્થાનિક ગુન્હા શોધક શાખાના પી.આઇ.રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગરની સ્થાનિક ગુન્હા શોધક શાખાના પી.આઇ.રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમ્યાન બાતમીના આધારે પોલીસ ટુકડી મેઘપર ગામે બસ સ્ટેન્ડ પાછળ જય વજરાજ ગેસ સર્વિસ નાની દુકાનમાં ત્રાટકી હતી જે દરમ્યાન ગેરકાયદે ગેસ રીફલીંગ થતુ હોવાનુ માલુમ પડતા પોલીસે અશ્વીનકુમાર વજેસંગ રાઠોડ (રે.જોગવડ) અને હીતેનદ્રસિંહ તખુભા જાડેજા (રે.ચુડેશ્વર)ને પકડી પાડીને સ્થળ પરથી જુદા જુદા નાના મોટા ગેસના 23 ભરેલા બાટલા ઉપરાંત 32 ખાલી બાટલા, ગેસ રીફલીંગના સાધનો અને રોકડ રકમ સહિત રૂ.68,000ની માલમતા કબજે કરી ઘોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.આ દરોડાના પગલે ક્ષણિક દોડધામ મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો