તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલ્યાણપુર સીમમાંથી 4 ચોરાઉ બાઇક સાથે બે તસ્કર ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુરની સીમમાં જુદા જુદા સ્થળેથી ચાર ચોરાઉ બાઇક સાથે બે શખ્સને એસઓજીઅે ઝડપી મુદામાલ કબજે કરી પુછપરછ હાથ ધરી છે. પોલીસ પુછપરછ દરમ્યાન આ ચારેય બાઇક જુદા જુદા સ્થળેથી ઉપાડી હોવાની કેફિયત પકડાયેલા શખ્સોએ આપ્યાનુ ખુલ્યુ છે.

ગાંગડી ગામ નજીક અગાઉ ચોરીમાં સંડોવાયેલો શખ્સ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડી વાડીમાંથી ગંગારામ રામગર મેધનાથી (રે.ચાચલાણા) અને લાલજી ઉર્ફે પ્રદિપ બાબુભાઇ ગોહીલ(રે.જામનગર)ને ઝડપી લીધા હતા.

પૂછપરછમાં બાઇક લાલજી ઉર્ફે પ્રદિપે અગાઉ ચોરી કર્યા બાદ વેંચવા માટે ગંગરામ મેઘનાથીને આપ્યા હોવાની કેફિયત આપી હતી. આથી પોલીસે બંને શખ્સોની અટક કરીને ચારેય ચોરાઉ મનાતા બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.આ ચારેય વાહનો જામનગરની જી.જી. હોસ્પીટલ, સમર્પણ હોસ્પીટલ ઉપરાંત મોટી ખાવડી નજીક ખાનગી કંપનીના ગેઇટ પાસેથી ઉપાડયા હોવાની પણ કબૂલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...