ખંભાળિયા-સલાયા પાલિકામાં બે બેઠક માટેની પેટાચૂંટણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયામાં બે પાલિકાની ખાલી પડેલી 3 બેઠક માટેની પેટાચૂંટણી જાહેર થઇ છે.ખંભાળિયા પાલિકા વોર્ડ નં.6ના સદસ્યની, સલાયા પાલિકા વોર્ડ નં.1ની બે બેઠકો માટેની 22મીના રોજ પેટાચૂંટણી યોજાશે.ત્રણ બેઠક માટે ચૂંટણીનું જાહેરનામું 30મીએ પ્રસિધ્ધ થશે.

ખંભાળિયા પાલિકાના વોર્ડ નં.6ના સદસ્યનું સભ્યપદ રદ્દ થયું છે.બે બાળકો કરતા વધારો બાળક થવાથી પાલિકા અધિનિયમ હેઠળ સભ્યપદ રદ્દ થયું છે.તેમજ સલાયા પાલિકાના વોર્ડ નં.1ની બેઠકો ખાલી છે.જે ત્રણેયની પેટાચૂંટણી તા.22ના યોજાશે.પેટાચૂંટણી માટે ફોર્મ સ્વિકારવાની છેલ્લી તારીખ 5મી ઓક્ટોમ્બર,ઉમેદવારી પત્ર ચકાસણી તા.7 ઓક્ટો,ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તા.7ઓક્ટોબર જાહેર કરાઇ છે.તા.30 સપ્ટેમ્બરના રોજ જાહેરનામું પ્રસિધ્ધ થશે.અને તા.22 ઓક્ટોના ચૂંટણી યોજાશે.તેમજ મતગણતરી 24 ઓક્ટોબરે થતા પરિણામ પણ જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...