તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં બે સ્થળે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સ ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં આઇપીએલ ટુર્નામેન્ટના પ્રારંભ સાથે જ સક્રિય બનેલા સટ્ટોડીયાને ડામવા માટે પોલીસે અવિરત ઘોંસ બોલાવતા જુદા જુદા દરોડામાં ક્રિકેટ મેચ પર સટ્ટો-જુગાર રમતા બે શખ્સને પકડી પાડી રૂ. 20,930ની રોકડ તથા મોબાઇલ,ટીવી સહિત રૂ.28,630ની મતા કબજે કરી હતી.પોલીસ પુછપરછમાં કપાત લેનારા બે શખ્સના નામ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

શહેરમાં સીટી એ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન પોલીસને એસ.ટી.ડેપો રોડ પર સંજીવની કોમ્પલેક્ષમાં એક દુકાનમાં આઇપીએલ ટુર્નામેન્ટનો મેચ ટીવી પર નિહાળીને મોબાઇલ ફોન પર રનફેર, સેશન ઉપર દાવ લગાડી જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ગેટ હેન્ડસમ નામની ભાડાની દુકાનમાં દરોડો પાડી દિપેશ ઉર્ફે અજગર વલ્લભભાઇ વસોયાને સટ્ટો રમતાપકડી પાડયો હતો.

પોલીસે રૂ.10,700ની રોકડ,ટીવી અને બે મોબાઇલ ફોન સહીત રૂ. 17,900ની મતા કબજે કરી પુછપરછ હાથ ધરી હતી.જેમાં કપાત લેનારા શખ્સનો મોબાઇલ નંબર સાંપડતા પોલીસે તપાસ વિસ્તારી છે.

જ્યારે રણજીત સાગર રોડ પર પટેલ પાર્ક વિસ્તારમાં પોલીસે પાનની દુકાન પાસે ઉભા રહીને ટી-ટવેન્ટી મેચનુ ટીવી પર પ્રસારણ નિહાળીને મોબાઇલ ફોન મારફતે રનફેર અને હારજીતના સોદા પાડી સટ્ટો-જુગાર રમતા ભાવેન દેવરાજભાઇ અકબરીને પકડી પાડી રોકડ અને મોબાઇલ ફોન સહીત રૂ.10,570ની મતા કબજે કરી હતી.જયારે કપાત લેનારા શખ્સનો મોબાઇલ નંબર સાંપડતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...