તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર ST ડેપોમાં બે ઉતારૂના ખિસ્સા કપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર એસ.ટી.ડેપો ખાતે ફરી ખિસ્સા કાતરૂ સક્રિય થતા બે મુસાફરના ખિસ્સામાંથી રૂ.19,500ની રોકડ ભરેલા પાકિટ તફડાવી રફુચકકર થયા હતા. મીઠાપુરમાં રહેતા બે મુસાફર જામનગરના ડેપો પાસે ઉભા હતા ત્યારે ગીર્દીનો લાભ લઇને કોઇ ખિસ્સા કાતરૂ માતબર રોકડ સાથેના બે પાકીટની તફડંચી કરી ગયાનુ ખુલ્યુ છે.

દ્વારકા તાલુકાના સુરજકરાડી ગામે રહેતા ભરતભાઇ નાથાભાઇ રાઠોડ નામનો યુવાન અને તેના મિત્ર નવઘણભાઇ બંને ગત તા.25ના રોજ જામનગર ખાતે કામસર આવ્યા બાદ બપોરે એસ.ટી.બસ ડેપો ખાતે પહોચ્યા બાદ પ્લેટ ફોર્મ નં.9/10 પર ઉભા રહયા હતા જે દરમ્યાન ગીર્દીનો લાભ લઇ કોઇ ખિસ્સા કાતરૂ ભરતભાઇના પાછલા ખિસ્સામાંથી રૂ.15,000ની રોકડ ઉપરાંત બે એટીએમ કાર્ડ,ઓળખ કાર્ડ સહીતનુ પાકિટ તફડાવી ગયા હતા. જયારે તેના મિત્ર નવઘણભાઇના પેન્ટના ખિસ્સામાંથી પણ ઉઠાવગીર રૂ. 4,500ની રોકડ ઉપરાંત ઓળખ કાર્ડ સહીતનુ પર્સ તફડાવી લીધાનુ માલુમ પડયુ હતુ.આ બનાવના પગલે ભરતભાઇ રાઠોડે તુરંત સીટી એ પોલીસ મથક ખાતે દોડી જઇને તફડંચી મામલે ફરીયાદ નોંધાવી હતી. આ બનાવના પગલે પોલીસે અજ્ઞાત શખ્સ સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી તેને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

ભાસ્કર ન્યુઝ|જામનગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો