તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયા-લાલપુરમાંથી દારૂ સાથે બેની ધરપકડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા અને લાલપુરમાં પોલીસે દરોડા પાડી રૂ.1.49 લાખનો દારૂનો જથ્થો પકડી પાડી બે શખ્સોની ધરપકડ કરી છે.દરોડા દરમ્યાન દારૂ,મોટરકાર સહિત રૂ. 4.49 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.જામનગરમાં દારૂની હેરાફેરી કરતા બેને પોલીસે પકડી પાડયા છે. ખંભાળિયામાં રેલવે ફાટક પાસેથી શનિવારે મધરાત્રીના પસાર થતી મોટરકારને આંતરી પોલીસે તલાસી લેતાં કારમાંથી દારૂની 228 બોટલ મળી આવી હતી.આથી પોલીસે રૂ.1.14 લાખનો દારૂનો જથ્થો તથા કાર મળી કુલ રૂ.4.14 લાખનો મુદામાલ કબ્જે કરી કાર ચાલક ધર્મેન્દ્રસિંહ રામસંગ જાડેજા (ઉ.વ.24,રે.વડત્રા)ની ધરપકડ કરી હતી.લાલપુર તાલુકામાં નકટા પાવરિયા પાસે ગણેશ હોટલ ચલાવતા ચેતનસિંહ સદુભા રાઠોડ(ઉ.વ.35,મૂળ વચલાબારા હાલ ડબાસંગ)એ હોટલની બાજુમાં આવેલા રૂમમાં દારૂનો જથ્થો સંતાડયાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી.આથી પોલીસે રૂ.35000 ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કરી ચેતનસિંહની અટકાયત કરી હતી.તપાસ દરમ્યાન દારૂનો આ જથ્થો રાજસ્થાનના ખીલેરીના મારાજ નામના શખ્સ પાસેથી લીધો હોવાનું ખૂલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો