તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

7 માસ પહેલા ગુમ થયેલ યુવતીને શોધી કાઢતી જોડિયા પોલીસ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજયમાં વર્ષ 2007 થી 2018 સુધીમાં ગુમ, અપહરણ થતા બાળકો, વ્યકિતઓને શોધી કાઢવાનું ખાસ આયેાજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગર િજલ્લા પેાલીસવડા શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ જોડિયા વિસ્તારમાં ગુમ થયેલા લોકોને શોધી કાઢવા આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દશરતભાઇ કારૂભાઇ વાઘેલાના પત્નિ રંજનીબેન ભીમકટાના રહેવાસી તા. 22 જુલાઇ-2018ના ગુમ થયા અંગેની નોંધ પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં અાવતા આ મહિલા મોરબી િજલ્લાના વીરપર ગામના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પોલીસ કાફલો ત્યાં રવાના થયો હતો અને મહિલાને શોધી તેનો કબજો સંભાળી પરત લાવવામાં આવ્યા હતાં. આમ ગુમ થયેલ મહિલાને શોધી કાઢવામાં જોડિયા પેાલીસને સફળતા મળી હતી. આ કાર્યવાહી જે.સી. ગોહિલ, ભગીરથસિંહ અનોપસિંહ જાડેજા, હીરાભાઇ બાબુભાઇ સોઢીયા સહિતનાઓએ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો