તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોડિયાના હડિયાણામાં ડેરી ફાર્મિંગ અને વર્મી કમ્પોસ્ટ મેકિંગ અંગે તાલીમ યોજાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સંચાલિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા જોડિયા તાલુકાના હડિયાણા ગામે ડેરી ફાર્મિંગ અને વર્મી કમ્પોસ્ટ મેકિંગ અંગે 10 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન બહેનોને વિવિધ રમતો, આત્મવિશ્વાસ વધારવો, સિદ્ધી પ્રેરણા, વગેરેની સમજ આપવામાં આવેલ હતી. એસ.બી.આઈ. આર.સેટી.ના ડાયરેક્ટર રાજેન્દ્રકુમાર એન.તડવી, હિરલબેન મઘોડીયા દ્વારા બહેનોને માર્કેટ સર્વે તથા ઉદ્યોગ સાહસિક સાથેના અનુભવોની સમજુતી અાપી હતી. સંસ્થાનો મુખ્ય ઉદેશ્ય લાભાર્થીઓ વિનામૂલ્યે તાલીમ મેળવીને સ્વરોજગાર મેળવી શકે તથા આર્થિકરીતે પગભર થાય તેનો છે. તાલીમને સફળ બનાવવા ડાયરેક્ટર રાજેન્દ્રકુમાર એન.તડવીના માર્ગદર્શન હેઠળ આર.સેટી સ્ટાફ તથા તાલીમના ફેકલ્ટી નયનાબેન રાણપરીયાએ જહેમત ઉઠાવી હતી. જે કોઈ ભાઈઓ તથા બહેનો આ સંસ્થામાં તાલીમ લેવા ઈચ્છતા હોય તેઓ ભારતીય સ્ટેટ બેંક ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન જામનગર ગૌશાળા પાસે, ધુંવાવનો સંપર્ક કરવા જણાવાયંુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો