તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે પતંગની સાથે લોકોનો ઉત્સાહ પણ આભને આંબશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર સહિત તાલુકા અને િજલ્લામાં ઉતરાયણનો ઉમંગ ઉજવવા યુવાનોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો છે અને તહેવારને માણવા પતંગ રસીયાઓએ તડામાર તૈયારી શરૂ કરી છે ત્યારે શહેરના માર્ગે પર પતંગના વેચાણની સાથે ફીરકીઓની બજારમાં માનવ મહેરામણ ઉમટી પડયું છે. મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાડવાની સાથે ઋતુને અનુરૂપ ખાણીપીણી અને ધાબાઓ પર ગીત-સંગીતના સથવારે પતંગ ચગાવવા અધિરા બન્યા છે ત્યારે બીજાનો પતંગ કાપીને આનંદ વ્યક્ત કરવાની મોજ માણતા યુવા વર્ગ થનગની રહ્યો છે. મકરસંક્રાંતિ એટલે પતંગ ચગાવવાનો પર્વ છે અને આ દિવસે સવારથી યુવાનો સહિત વૃધ્ધો, બાળકો અને મહિલાઓ સવારથી અગાસી અને ધાબાઓ પર ચડી જાય છે અને વિવિધ પ્રકારના પતંગ મ્યુઝીના સથવારે ચગાવે છે ત્યારે જામનગર સહિત દ્વારકા, ખંભાળિયા, ઓખા, સુરજકરાડી, ફલ્લા, ધ્રોલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ વર્ષ અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. આ દિવસ દાન પુણ્ય કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે તથા આ દિવસે શુભ મુહુર્તમાં નદી અથવા સરોવરમાં સ્નાન કરવાનો પણ મહિમા છે અને ઘરમાં વિવિધ પ્રકારનાં પકવાન બને છે તથા વાનગીમાં તલનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. કારણ કે આ દિવસે તલનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. આમ મંગળવારના મક્રરસંક્રાંતિના દિવસે સવારથી લોકો પોતાના પરીવાર સાથે તહેવારને ઉજવવા અગાસી અને ધાબાઓ પર ચડશે.

તંત્ર દ્વારા બર્ડ કેર, સારવાર સેન્ટર
પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર આપવા માટે કરૂણા અભિયાનના ભાગરૂપે જામ્યુકો દ્વારા તા. 10 થી 20 સુધી શહેરના એકડે એક બાપુની દરગાહ પાસે, બેડેશ્વર ઢોર ડબ્બા પાસે ઘાયલ પક્ષીઓની સારવાર કરવા માટે બર્ડ કેર અને સારવાર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. તેમ વેટરનરી આેફિસર ડો. એમ.એમ. ગોધાણીનો 98243 12304 પર સંપર્ક કરવા જણાવાયું છે.

પાંજરાપોળ ગૌશાળાને દાન આપવા લોકોને અનુરોધ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો