તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજગોર બ્રાહ્મણ સેવા સંઘ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના હોલ ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસે તા. 12ના સવારના 10.30 થી સાંજે 4 સુધી રાજગોર બ્રાહ્મણ સેવા સંઘ(સૌરાષ્ટ્ર) દ્વારા સંઘના પ્રમુખ રસિકભાઇ જોશીના અધ્યક્ષસ્થાને ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજગોર બ્રાહ્મણ (કાઠી) જ્ઞાતિના આયોજિત કાર્યક્રમોમાં સામાન્ય સભા, સંઘમાં સેવા આપનાર જ્ઞાતિના ભૂતપૂર્વ પ્રમુખો, ઉપપ્રમુખો, મંત્રીઓ, ઓડીટરો, દિવંગત ટ્રસ્ટીઓ, અમદાવાદમાં નિર્માણ પામી રહેલ વિદ્યાર્થી ભુવનના પ્રણેતાઓ, જ્ઞાતિના ભાગવત/રામાયણના કથાકારોનું સન્માનના કાર્યક્રમોનો સમાવેશ થાય છે તથા સમગ્ર જ્ઞાતિ સમાજને એક તાંતણે બાંધી રાખનાર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાચાર(માસીક)ને 50 વર્ષ થતા તેની સુવર્ણ જયંતિ ઉજવણી કરવામાં આવશે. રાજગોર બ્રાહ્મણ સેવા(સૌરાષ્ટ્ર)ની સ્થાપના 1952માં થઇ છે. આ સંઘ સંચાલિત રાજકોટમાં મણીમાં કન્યા છાત્રાલય તથા વિદ્યાર્થી ભુવન, જુનાગઢ તથા ભાવનગરમાં વિદ્યાર્થી ભુવનો આવેલા છે જેમાં રહીને સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહયા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સંઘના હોદેદારો, બોર્ડિંગોની વ્યવસ્થાપક સમિટિના હોદેદારો, સભ્યો, પ્રતિનિધિઓ વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો