તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં 18 ચોરાઉ બેટરી સાથે ત્રણ ઝબ્બે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાં જુદા જુદા સ્થળે પાર્ક કરાયેલા ટ્રકોમાંથી બેટરીઓની ચોરી કરતી ચાર શખ્સોની ટોળકીને પોલીસે પકડી પાડી તેના કબજામાંથી રૂ. 70,500ની કિંમતની 18 બેટરી કબજે કરી સઘન પુછપરછ હાથ ધરી છે.આ શખ્સોએ નુરી ચોકડી પાસે બે ટ્રકમાંથી આઠ બેટરીની ચોરી કર્યાનુ પણ ખુલ્યુ છે.આ પ્રકરણમાં સંકજામાં સપડાયેલામાં ટાબરીયાનો પણ સમાવેશ થાય છે.

જામનગરમાં હાપા યાર્ડવાળા રોડ પર નુરી ચોકડી પાસે સંજયભાઇ મનસુખભાઇ ચાંદ્રા નામના આસામીના ટ્રક ઉપરાંત અન્ય રફીકભાઇ ઓસમાણભાઇના ટ્રકમાંથી ગત બીજી ફેબ્રુઆરીના રાત્રી દરમ્યાન કોઇ તસ્કરો રૂ.48,000ની કિંમતની જુદી જુદી આઠ બેટરીની ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો હતો.ચોરીના આ બનાવની સંજયભાઇ ચાંદ્વાની ફરીયાદ પરથી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.

આ દરમ્યાન સીટી એ ડીવીઝનના પી.આઇ. રાઠવાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન સંદિપભાઇ ચુડાસમા, યોગરાજસિંહ રાણા અને ગૌતમભાઇ મકવાણાની ટીમને લાલવાડી નવા આવાસ પાસે બાવળની ઝાડીમાં અમુક શખ્સો ચોરાઉ બેટરીઓ સગેવગે કરવાની પેરવી કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેથી દરોડો પાડતા રીક્ષામાંથી બેટરીઓની હેરાફેરી કરતા દિપક ડાયાભાઇ સોંદરવા,અજય ઉર્ફે ટીપુ મુકેશભાઇ પરમાર, સુરેશ ઉર્ફે સુર્યો ઉર્ફે ટકો પ્રકાશભાઇ વાઘેલા અને એક કિશોરને પકડી પાડયા હતા.

પોલીસે આ શખ્સોના કબજામાંથી રૂ.70,500ની કિંમતની જુદી જુદી 18 ચોરાઉ બેટરી કબજે કરી પકડાયેલા શખ્સોની પુછપરછ હાથ ધરી છે. પ્રાથમિક પુછપરછ દરમ્યાન આ શખ્સોએ ઉપરોકત બેટરીઓ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કર્યાની કેફિયત આપતા પોલીસે પકડાયેલા શખ્સોના રીમાન્ડની તજવિજ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો