તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી જામનગરના આર્ટીસ્ટના પેઇન્ટીંગનું અમદાવાદમાં ત્રિદિવસીય પ્રદર્શન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગરના આર્ટીસ્ટ આનંદ શાહના પેઇન્ટીંગ પ્રેમની વિરાસતનું અમદાવાદમાં ત્રિદિવસીય પ્રદશનનું આયોજન કરાયું છે. તા.13, 14 તથા 15 માર્ચ-2020ના રવિશંકર રાવલ કલા ભવન, અમદાવાદમાં તેનો ત્રીજો વન મેન શો યોજાશે. આનંદ શાહ આ પૂર્વે પોરબંદર તથા રાજકોટમાં વન મેન શો કરી ચૂક્યા છે. વીસેકથી વધુ ગ્રુપ શો તથા જામનગરની અનેક શાળાઓમાં લાઈવ પેઈન્ટીંગ્સ ડેમોન્સટ્રેશન આપેલ તથા કલા પ્રતિષ્ઠાન સંસ્થા સુરતની કલા શિબિરોમાં ભાગ લીધેલ છે.આ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે નાગજીભાઈ પ્રજાપતિ, વિજયભાઈ શ્રીમાળી, દિલીપ દવે સહિતના ચિત્રકારો, કુલીનભાઈ પટેલ, ઇન્ટીરીયર ડીઝાઈનર-આર્ટીસ્ટ, નર્સીંગ આહિર, કલા વિવેક, અમદાવાદ તથા જીગરભાઈ પડયા, લેખક-આર્ટીસ્ટ ઉપસ્થિત રહેશે. શહેરની અનેક શાળાઓમાં પેન્ટીંગ ડેમો ઉપરાંત વિવિધ કલા શિબિરોમાં ભાગ લેનારા શહેરના આર્ટીસ્ટની ત્રિદિવસીય પ્રદર્શની યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો