તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છુટ્ટાના બહાને 10 હજાર તફડાવી ગઠીયા છુમંતર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર પંથકના ગંગાજળા ગામે રહેતા અને જામનગર-રાજકોટ રોડ પર ખીજડીયા પાટીયાથી જાંબુડા પાટીયા વચ્ચે શેલ પેટ્રોલ પંપમાં નોકરી કરતા અલ્પેશભાઇ ગોપાલભાઇ સોલંકી નામનો યુવાન ગત તા.13ના રોજ સાંજે પંપ પર કામ કરી રહયો હતો જે વેળા ત્યાં એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને દશ હજારની છુટ્ટા જોઇએ છે એમ કહીને તેની પાસેથી રહેલા કલેકશનમાંથી રૂ. દશ હજાર મેળવી લીધા હતા.ત્યારબાદ તેણે પેટ્રોલ પંપના કર્મચારીને સામે ચાલો કહીને બાઇક પર બેસાડયા બાદ થોડે દુર અન્ય એક શખ્સ પણ બાઇકમાં બેઠો હતો.જે બાદ બંને શખ્સો પેટ્રોલ પંપ કર્મચારીને ધકકો મારી નીચે ઉતારી બાઇક પર નાશી છુટયા હતા.આ બનાવની હતપ્રત કર્મી અલ્પેશભાઇએ પેટ્રોલ પંપના સ્ટાફને જાણ કર્યા બાદ પોલસનો સંપર્ક સાધ્યો હતો. ફરીયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...